આ કામ દરમિયાન ખોદકામ કરતા પેટાળમાં પથ્થર નીકળતા તેને તોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવેલ.
આ બ્લાસ્ટ દરમિયાન આસપાસના આશરે ૧૫થી ૨૦ જેટલા ખેડૂતો ના મકાનો આવેલા છે અને પાકનું વાવેતર કરવામાં આવેલ આ જબરદસ્ત બ્લાસ્ટ થતા લોકોના મકાનો ને ભારે નુકસાની વેઠવી પડી છે અને ઉભા પાકમાં પણ નુકસાન થવા પામેલ છે, જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બ્લાસ્ટ કરતાં પહેલા આસપાસ માં રહેતા લોકો ને ખેડૂતો જાણ કરવાની હોય છે.
જે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બ્લાસ્ટ કરવામાં આવેલ છે આ બાબતના આક્ષેપો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પર કરવામાં આવેલ છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાપૂર્વક તપાસ કરી સ્થાનિક રહેવાસીઓને કેટલો ન્યાય મળે છે સ્થાનિક ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જે નુકસાન થવા પામેલ છે તેની ભરપાઈ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.