ઇન્ટેકના રાષ્ટ્રીય સંમેલન દિલ્હીમાં મળ્યું :સાંસ્કૃતિ વિરાસતની જાગૃતિનું કામ સંસ્થા કરે
ખાસ-ખબર સંવાદદાતા
ઇન્ટેક યા ભારતીય સંસ્કૃતિ નિધિ ન્યાસની સ્થાપના ઇ.સ.1984માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી છે. જે ભારતની બહુવિધ સાંસ્કૃતિક વિરાસત પ્રત્યે જાગૃતિ લાવવાનું તથા તેની જાળવણી માટેના બેનમૂન પ્રયત્નો કરે છે. આ સંસ્થા અંતર્ગત સ્થાપત્યોની જાળવણી, હેરિટેજ વોક, વેબીનાર, ઇતિહાસ અને વારસાની જાળવણી પ્રત્યેની સજાગતા વગેરે વગેરે પ્રવૃત્તિઓ ભારતભરમાં કરવામાં આવે છે. આ સંસ્થાના 211 થી વધુ ચેપ્ટર સમગ્ર ભારતભરમાં કાર્યરત છે,જેમાં કાશ્મીર,મધ્યપ્રદેશ,હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ઉત્તમ કાર્યો તેના નેજા હેઠળ થઈ રહ્યા છે, જે ઠેકાણે ચેપ્ટર ખૂલે તેને તેનું નામ આપવામાં આવે છે,જેમ કે જૂનાગઢ ચેપ્ટર આપણા સોરઠમાં જૂનાગઢ ચેપ્ટર બે દસકાથી કાર્યરત હતું,પરંતુ તેમના કાર્યરત સભ્યો દિવંગત થતા એમાં ઓટ આવેલી આથી ઇન્ટેકના ગુજરાતના ક્ધવીનર રવિન્દ્ર વસાવડાની સૂચનાથી ચેરમેન મેજર જનરલ કે. એસ. ગુપ્તાએ જૂનાગઢના ઇતિહાસકાર ડો. પ્રદ્યુમ્ન ખાચરને નવી દિલ્હી ખાસ તેડાવી તેમની સાથે વિચાર વિમર્શના અંતે જૂનાગઢ ચેપ્ટરનું કાર્ય તેમને સોંપેલ છે. તા. 10 થી 12 સપ્ટેમ્બર 2022ના રોજ સમગ્ર ભારતભરના 200 થી વધુ ક્ધવીનરોનું ભવ્ય સંમેલન અશોકા હોટલ નવી દિલ્હી ખાતે મળ્યું હતું. તેમાં ડો. પ્રદ્યુમ્ન ખાચરે ભાગ લઈ કોલેજ તથા સોરઠને ગૌરવ અપાવ્યું છે. આ સેમિનારમાં કાશ્મીરના વિદ્વાન મહારાજા કરણીસિંહજી મહેમાન પદે પધાર્યા હતા. આ ઉપરાંત સમગ્ર ભારતમાંથી આ વિષયને લગતા વિશેષ વક્તાઓને બોલાવી ક્ધવીનરોને માર્ગદર્શન અપાયું હતું.ઇન્ટેકના જૂનાગઢ ચેપ્ટરને પુનજીર્વિત કરવાનું બીડું ઝડપનાર ડો. પ્રદ્યુમ્ન ખાચરને સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા તથા પ્રિન્સિપાલ ડો.બલરામ ચાવડાએ શુભેચ્છા પાઠવી હતી.