RSSનાં મહાસચિવ દત્તાત્રેય હોસબોલેએ માંગ કરી
ડો.આંબેડકરે તૈયાર કરેલાં બંધારણનો ભાગ આ શબ્દો કયારેય નહોતા : RSS મહાસચિવ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
આરએસસએના મહાસચીવ દત્તાત્રેય હોસબાલેએ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દો હટાવવાની વાત કરી હતી. તેમણે કોંગ્રેસ પર 50 વર્ષ પહેલા ઈમરજન્સી લગાવવાનો આરોપ લગાવ્યો હતો.હોસબોલેએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ઈમરજન્સી દરમ્યાન કોંગ્રેસ સરકારે પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દ જોડયા હતા. હવે તેના પર વિચાર કરવો જોઈએ કે આ શબ્દ રહેવા જોઈએ કે નહિં.
તેમણે કોંગ્રેસને ઈમરજન્સી માટે માફીની માંગ કરી હતી. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે જેમણે ઈમરજન્સી લાદી તેઓ આજે બંધારણની કોપી લઈને ફરે છે.
ઈમરજન્સીનાં દિવસો યાદ કરતા હોસબાલેએ જણાવ્યું હતું કે તે સમયે હજારો લોકોને જેલમાં નાખી દેવાયા હતા. ન્યાયપાલીકા અને મીડીયાની સ્વતંત્રતા છીનવવી લેવાઈ હતી. હોસબાલેએ જણાવ્યું હતું કે બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દોની સમીક્ષાનું આહવાન કરતા જણાવ્યું હતું કે આ શબ્દો કટોકટી દરમ્યાન બંધારણમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ કયારેય બીઆર આંબેડકર દ્વારા તૈયાર બંધારણનો ભાગ નહોતો. હોસબાલાએ રાહુલ ગાંધી પર હુમલો કરતા જણાવ્યું હતું કે, તમારા પુર્વજોએ આવુ કર્યું આપે તેના માટે દેશની માફી માંગવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ 50 વર્ષ પહેલા ઈન્દિરા ગાંધીએ લગાવેલ ઈમરજન્સીની ટીકા કરી હતી તેમણે કહ્યું હતું કે કટોકટીમાં બંધારણમાં અનેક સંશોધક કરવામાં આવ્યા અને બંધારણનાં ચીથરા ઉડાવાયા હતા. કોંગ્રેસનાં નેતાઓએ અમારે સામે આરોપ લગાવ્યા કે અમે બંધારણ બદલી નાખશુ પણ અમે કંઈ આવુ નથી કર્યુ. જો બંધારણનાં ભંગ કરવાનું પાપ કર્યુ હોય તો તે ઈન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકાર હતી.