જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ ભરાતાં આનંદોત્સવ
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાની સિઝનનાં પ્રારંભે જ જૂનાગઢમાં આવેલો વિલીંગ્ડન ડેમ છલકાય ગયો છે. જૂનાગઢને પીવાનું પાણી પુરુ પાડતો ડેમ ભરતા આનંદની લાગણી જોવા મળી રહી છે. ગિરનાર જંગલમાં વરસાદ થતા નદીઓમાં પુર આવ્યાં હતાં. ગઇકાલે રાત્રીનાં જૂનાગઢમાં આવેલો વિલીંગ્ડન ડેમ છલકાઇ ગયો છે. અહીંથી જૂનાગઢને પીવાનું પાણી આપવામાં આવે છે. જૂનાગઢને પીવાનું પાણી પુરુ પાડતા વિલીંગ્ડન ડેમ ઉપરાંત આણંદડેમ પણ ભરાઇ ગયો છે.
- Advertisement -
બન્ને ડેમ ભરાઇ જતા જૂનાગઢમાં પીવાનાં પાણીની સમસ્યા આગામી વર્ષમાં સર્જાશે નહીં. તેમજ હસ્નાપુર ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. આ ઉપરાંત ગઇકાલે વરસાદ થતા ઉબેદ નદીમાં પુર આવ્યું હતું. ઉબેદ નદી ઉપર આવેલા કેરાળા ડેમમાં પાણીની આવક થઇ હતી. જેના પગલે નીચાણવાળા ગામડાને અલર્ટ કરવામાં આવ્યાં હતાં.