બિહારનાં પશ્ચિમ ચંપારણ જીલ્લામાં એક પત્નિએ સગીર બહેન સાથે મળી પોતાનાં જ પતિની ઢોર માર માર્યો હતો. જે બાદ તેનાં પતિનું મોત થઈ ગયું હતું. પતિએ શાકમાં મીઠું ઓછું હોવાની મહિલાને ફરિયાદ કરી હતી. જે બાદ પતિ-પત્ની વચ્ચે માથાકૂટ શરૂ થઈ ગઈ હતી. જે બાદ મહિલાનો પારો સાતમાં આસમાને પહોંચી જતા મહિલાએ પોતાનાં પતિને લોખંડનાં સળીયાથી ઢોર માર મારી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
બિહારનાં પશ્ચિમ ચંપારણ જીલ્લામાં એક પત્નિએ તેનાં જ પત્નિને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મહિલાનાં પતિનો વાંક એટલો જ હતો કે તેણે તેની પત્નિએ જે રસોઈ બનાવી હતી તેમાં મીઠું ઓછું હોવાની ફરિયાદ કરી હતી. જે બાબતે મહિલાને લાગી આવતા મહિલા ગુસ્સે ભરાઈ હતી. ત્યારે મહિલા તેમજ તેની બહેન પણ ઘરે હતી. ત્યારે મહિલાએ તેની બહેન સાથે મળી તેનાં પતિને એટલો ઢોર માર માર્યો કે તેનું મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસે બંને બહેનોને હત્યાનાં આરોપસર ધરપકડ કરી લીધી છે.
- Advertisement -
આ મામલો મામલો ચૌતરવા પોલીસ સ્ટેશન વિસ્તારના કોલ્હુઆ ગામનો છે. મૃતકની ઓળખ 35 વર્ષીય શમશેર આલમ ઉર્ફે લાલુ તરીકે થઈ છે. તેની પત્ની શહનાઝ બેગમ અને સગીર ભાભીની પોલીસે ધરપકડ કરી છે. શમશેર અને શહેનાઝને ત્રણ બાળકો છે. આરોપ છે કે ચિકનમાં ખૂબ મીઠું હતું, જેના વિશે શમશેર આલમે તેના પરિવારને ફરિયાદ કરી હતી. જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
સગીર સાળીએ પણ આપ્યો બહેનનો સાથ
થોડી જ વારમાં બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ગુસ્સામાં શહેનાઝ બેગમ લોખંડનો સળિયો અને લાકડી લઈને આવી હતી તે સમયે શહેનાઝની સગીર બહેન પણ ઘરમાં હાજર હતી. બંનેએ મળીને શમશેરને લાકડીઓ અને લોખંડના સળિયા વડે માર મારવાનું શરૂ કર્યું. શમશેર જીવ બચાવવા તેની પત્નિ પાસે ભીખ માંગતો રહ્યો. પરંતુ યુવકની પત્નિ તેમજ તેની સાળીએ યુવકને એટલો માર્યો કે લોહીની નદી વહેવા લાગી હતી. જે બાદ ત્રણેય બાળકોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ મહિલાઓએ તેઓને બીજા રૂમમાં બંધ કરી દીધા હતા. અને શમશેરને ઢોર માર મારતા રહ્યા હતા.
- Advertisement -
યુવક દ્વારા બુમાબુમ સાંભળીને આસપાસના લોકો પણ તેના ઘરે પહોંચી ગયા હતા. દ્રશ્ય જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. શમશેરને લોહીના ખાબોચિયામાં પડેલો જોઈને પાડોશીએએ પોલીસને જાણ કરી હતી. ત્યાં સુધીમાં શમશેરનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સમશેરની પત્નિ અને તેની બહેનની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ગુજરાતમાં નોકરી કરતો હતો શમશેર
પોલીસ દ્વારા મૃતક યુવક શમશેર બાબતે ગ્રામજનોનો પૂછતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે તે ગુજરાતમાં નોકરી કરતો હતો. તેમજ થોડા દિવસ પહેલા જ તે ઘરે પરત ફર્યો હતો. શનિવારે ઝઘડાનો અવાજ સાંભળીને પાડોશીઓ તેમના ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે શમશેરની હત્યા કરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.