નાળા અને પુલના સમારકામ સહિત 61 કરોડના કામો મંજૂર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા – હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા અગાઉ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કુડા – ટીકર – ઘાટીલા રોડને પહોળો કરવાની રજૂઆત કરાઈ હતી જેમાં વર્તમાન સમયમાં આ રોડની પહોળાઈ માત્ર 3.75 મીટર છે જેના લીધે વાહનો સામસામે આવતા કોઈ એક વાહન રોડની નીચે ઉતરવું પડે છે જેના લીધે અકસ્માતનો ભય પણ રહે છે તેવામાં ધરસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા આ રોગને પહોળો કરવાની રજૂઆત બાદ અંતે મુખ્યમંત્રી દ્વારા કુડાથી ટીકર અને ઘાટીલા સુધીનો રોડ જે હાલ 3.75 મીટર છે તેને 7 મીટર પહોળો કરવા તથા નાળા અને પૂલિયા અને રોડનું સમારકામ કરવા માટે રૂ. 61 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઇ હતી. જેથી આગામી સમયમાં હળવદ અને ધ્રાંગધ્રાના જોડતા ગ્રામ્ય વિસ્તારોના રોડ પણ પહોળા તથા મજબૂર થતાં હવે ગ્રામ્યના રહીશોના પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે તેમ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા જણાવ્યું હતું.