મોંઘવારી તો ઘટી નહીં, હવે તે નક્કી કરવાની પદ્ધતિ ફેરવી નાખશે સરકાર
સરકાર માને છે કે, લોકો હવે ખાદ્ય ચીજો પર ઓછો અને અન્ય ચીજો પર ખર્ચ વધુ કરે છે, 2022 – 23ના સર્વેને આધાર બનાવાશે: ઉંચા ભાવનું ચિત્ર જ ધુંધળુ કરી દેવાની તૈયારી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
કેન્દ્રમાં મોંઘવારીને મુદ્દો બનાવીને સતામાં આવેલા ભાજપ નેતૃત્વનાં એનડીએના શાસન-મોંઘવારી એટલે કે ફૂગાવો તો ઘટયા નથી અને તેના કારણે હાલ ઉંચા વ્યાજદર સહિતનો બોજો એક વિશાળ વર્ગ ઉઠાવી રહ્યો છે. તે સમયે હવે સરકાર ખાસ કરીને ખાદ્ય ફૂગાવો ડામવામાં નિષ્ફળ રહ્યા બાદ છુટક ફૂગાવો નિશ્ચિત કરવાની પદ્ધતિ જ બદલીને તેમાં ખાદ્ય ફૂગાવાનું વેઈટેજ મહત્વ ઘટાડીને ફૂગાવો અંકુશમાં લઈ લેશે. 2022-23 ના હાઉસહોલ્ડ ક્ધઝમીશન એકસપેન્ડીચર એટલે કે લોકો જે ઘરેલુ ખર્ચ કરે છે તેમાં ઉંચા ભાવનાં કારણે ફૂગાવાનો દર ઉંચો રહે છે. એક સરકારી સર્વેનાં આંકડા પણ 20-2-23 ના સર્વેના છે અને તે બાદ ખાદ્યચીજોના ભાવમાં વધુ વધારો થયો છે.
પણ સરકાર હવે છુટક ફૂગાવો ગણવામાં ગ્રામીણ કક્ષાનાં ફૂગાવાના આંકડા નિશ્ચિત કરતા સમયે ખાદ્ય ફૂગાવાનું વેઈટેજ એટલે કે પ્રમાણ 6.5 ટકા જેટલુ ઘટાડી દેશે અને શહેરી ફૂગાવાની ગણતરીમાં તે 3.4 ટકા ઘટાડી દેશે અને તે રીતે ખાદ્ય ફૂગાવાનું વેઈટેજ ઘટતા એકંદર ફૂગાવાનો દર નીચો આવશે તેવુ સરકારનું ગણીત છે. વાસ્તવમાં હાલ જે ફૂગાવાના આંકડા નિશ્ચિત થાય છે તેનો બેઝ પણ 2011-12 ના સર્વેના આધારે થાય છે. 2017-18 માં આ પ્રકારે સર્વેમાં પણ તેના આંકડામાં કોઈ ચોકકસતા કે સંવાદિતતા જોવા મળી નહિં અને તેથી તે રીવીઝન કરવામાં આવ્યું ન હતું. સરકારના સર્વેમાં એવુ તારણ કાઢવામાં આવ્યું છે કે લોકો હવે ઘરેલુ ખર્ચમાં તેના ખાદ્ય ખર્ચ ઘટી રહ્યો છે જોકે તેનું કોઈ કારણ આપવામાં આવ્યુ નથી પણ હાલ ફૂગાવાની એકંદરે ગણતરીમાં ખાદ્ય ચીજો-દુધ-દહીં સહીતના ખાદ્ય ઉત્પાદનો આ તમામનું પ્રમાણ 45.9 ટકા છે.
- Advertisement -
એકંદરે લગભગ અડધા જેટલૂ છે શહેરી ક્ષેત્રમાં તે 36.3 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં 54.2 ટકા છે. આ હવે લોકોની ખાદ્ય સહીતની લાઈફ સ્ટાઈલ પેટર્ન બદલાઈ છે તેથી ખાદ્ય ઉત્પાદનોનું વેઈટેજ ઘટાડવુ જરૂરી છે. આ વેઈટેજ ઘટાડવાથી ખાદ્ય ફુગાવાની ગણતરીએ તેનું મહત્વ ઘટશે અને તેણીને એકંદરે ફૂગાવાના આંકડા નીચે આવશે ખાદ્ય ફૂગાવાનું પ્રમાણ એ સરકારો માટે રાજકીય ચિંતા પણ છે. 2023-24 ના આર્થિક સર્વેમાં તો તેનાથી પણ આગળ જઈને કહેવામાં આવ્યુ હતું કે દેશમાં ફુગાવાને ધ્યાનમાં રાખીને જે ઈકોનોમીક ફ્રેમ વડે તૈયાર થાય છે. તેમાં ખાદ્ય ફુગાવાની ગણતરી કરવી જોઈએ નહિં ઓકટોબરમાં ખાદ્ય ફૂગાવો 14 માસના સૌથી ઉંચા સ્તરે ગયો જેનાથી એકંદરે ફૂગાવો 6.25 નોંધાયો જેના કારણે રીઝર્વ બેન્કની વ્યાજદર નીતીમાં પણ વ્યાજ દર ઘટાડવા પર બ્રેક લાગી જાય છે.
રીઝર્વ બેન્ક 4 ટકાનાં ફૂગાવાને આદર્શ સ્થિતિ માને છે.આમ ફુગાવો એ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.
હાલ જે ફૂગાવો નિશ્ચિત થાય છે તેમાં શાકભાજીના ભાવનો હિસ્સો 30.6 ટકા કઠોળ-દાળ-દુધ અને ફળોનો હિસ્સો પણ 5.1 ટકા થી 36.3 ટકા જેવો છે અને સીઝનલ સહીતનાં કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો ઘટાડો થતો જ હોય છે. ખાદ્ય ખર્ચ ઘટી રહ્યો છે તેનુ કારણ તેઓના અન્ય ખર્ચ વધી રહ્યા છે તે છે શિક્ષણ – ટ્રાન્સપોર્ટેશન-કપડા – સંદેશા વ્યવહાર તબીબી-પ્રવાસ સહીતનાં ખર્ચ વધી ગયા છે અને તેનો યોગ્ય રીતે સમાવેશ કરવાથી ફૂગાવાનું વધુ વાસ્તવિક ચિત્ર જોવા મળશે તેવુ સરકાર માને છે.