ગિરનાર રોપ-વે ભારે પવનના લીધે છેલ્લા ઘણા દિવસથી બંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
હવામાન વિભાગની આગાહીના પગલે આજથી રાજ્ય ભરના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ પાડવાની આગાહી કરી છે. ત્યારે આજે જૂનાગઢ જિલ્લાના વાતવરણમાં પલટો જોવા મળ્યો છે સવારથી તેજ પવન સાથે વરસાદ વાદળો ઘેરાયા છે.
15 જૂન આસપાસ બે ત્રણ દિવસ જિલ્લા વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હતી અને 1 થી 5 ઇંચ વરસાદ નોંધાયો જયારે છેલ્લા બે દિવસમાં તાપમાનનો પારો ઉચક્યો હતો અને રાત્રીના દિવસના તાપમાનમાં 5 થી 6 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો જેના કારણે ફરી ગરમીનો એહસાસ લોકોને થયો હતો જયારે આજે ફરી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ભારે પવન સાથે આકાશ પર વાદળછાયું વાતારણ જોવા મળી રહ્યું છે અને વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી જયારે ગિરનાર પર્વત પર એક એક અઠવાડિયાથી ભારે પવનના કારણે આજે પણ રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો છે. આમ છેલ્લા ઘણા સમયથી ગિરનાર રોપ-વે બંધ રહેતા અશક્ત યાત્રિકો રોપ-વે સફર વગર પરત ફરી રહ્યા છે.



