પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય લાઇન છેલ્લાં છ માસથી તૂટી ગઇ છે
છેલ્લાં છ માસથી પાણીનાં અવેડા ન ભરતા હોવાનો આક્ષેપ કરાયો
ટીનમસથી ખોખરડા ફાટક સુધીનો 3 કિ.મી.નો રસ્તો બિસ્માર બન્યો
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાનાં ટીનમસ ગામમાં પાણી હોવા છતા છેલ્લા છ માસથી નર્મદાની લાઇન પર આધારીત બન્યું છે. પીવાનું પાણી પુરુ પાડતી મુખ્ય લાઇન તુટી ગઇ હોવાનાં કારણે ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે. છેલ્લા છ માસથી પશુ માટેનાં અવેડા પણ ન ભરતા હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે.આ ઉપરાંત ટીનમસથી ખોખરડા ફાટક સુધીનો 3 કિમી સુધો રસ્તો બિસ્માર બન્યો છે. ઉનાળાનાં પ્રારંભે પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. અનેક ગામમાં નર્મદા અને પાણીનાં ટેન્કર ચલાવવા પડી રહી છે. પરંતુ તંત્રનાં પાપે પાણી ન મળતું હોય તેવું વંથલી તાલુકાનાં ટીનમસ ગામે બન્યું છે. અહીં ખાણ ખનીજ વિભાગનાં પાપે પાણીની સમસ્યા સર્જાઇ છે. ટીનમસ ગામનાં લોકોને છતા પાણીએ નર્મદાની લાઇન પર આધાર રાખવો પડી રહ્યો છે. ખાણ ખનીજ વિભાગનાં પાપે ટીનમસ ગામને પીવાનું પાણી પુરુ પાડતી 3 કિમી લાંબી મુખ્ય લાઇન તુટી ગઇ છે. જેના કારણે ટીનમસ ગામને છતા પાણીએ છ મહિનાથી નર્મદાની લાઇન પર આધાર રાખવો પડી રહ્યો છે. તેમજ પશુ માટે ગામમાં પાણીનાં અવેડા પણ ભરાતા નથી. એટલું જ નહી ટીનમસથી ખોખરડા ફાટક સુધીનો રસ્તો પણ બિસ્માર બન્યો છે. 3 કિમીનાં રસ્તા પર વાહન ચલાવવા મુશ્કેલ બન્યાં છે. વાહન ચલાવવાની વાત તો દુર રહી અહીં ચાલવું પણ મુશ્કેલ છે. ખાણ ખનીજનાં પાપે ટીનમસનાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, આડેધડ રેતીની લીઝ આપી દેવામાં આવી છે. પાણીની લાઇન પરથી રેતી ભરેલા વાહન પસાર થાય છે. જેના કારણે લાઇન તુટી ગઇ છે.
- Advertisement -
કૉંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું
ટીનમસમાં પાણી,રસ્તાનાં મુદે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, સરકારનાં ખાણ ખનીજ વિભાગનાં કારણે ટીનમસ ગામને પીવાનું પાણી પુરુ પાડતી મુખ્ય લાઇન તુટી ગઇ છે. જેના કારણે પાણી હોવા છતા નર્મદાની લાઇન પર આધાર રાખવો પડી રહ્યો છે. તેમજ રસ્તા પણ બિસ્માર બન્યાં છે. વાડીએ જવાનાં મુખ્ય માર્ગો પણ નાસ પામ્યાં છે. વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરાઇ છે. તેમજ આવેદન પત્ર પાઠવતી વખતે કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.
આણંદપુરથી વંથલી સુધી ઓઝત નદીમાં પાણી
ઓઝત નદીનાં કારણે વંથલી અને જૂનાગઢ તાલુકા ગામને પીવાનું પાણી મળી રહ્યું છે. આણંદપુર ડેમમાંથી જૂનાગઢ શહેરને પીવાનું પાણી આપવાં આવે છે. એટલું જ નહી ચોમાસુ નજીક આવી રહ્યું છે છતા પણ આણંદપરુથી વંથલી સુધી ઓઝત નદીમાં પાણી જોવા મળી રહ્યું છે.
ઓઝત નદીમાં જયાં પાણી નથી ત્યાં રેતી ચોરી
ઓઝત નદીનાં કેટલાક ભાગમાં પાણી સુકાઇ ગયું છે. પાણી સુકાતા રેત માફીયાઓ વાહન લઇને પહોંચી ગયા છે. અને ઓઝત નદીમાંથી ઠેર ઠેરથી રેતીની ચોરી કરી રહ્યાં છે. રેતી ચોરીનાં કારણે અનેક વખત ઘર્ષણ પણ થઇ રહ્યાં છે.તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા આડેધડ રેતીની લીઝ આપી દેવામાં આવી છે. રત માફીયાઓ લીઝ ઉપરાંત રેતીની ચોરી કરી રહ્યાં છે.
- Advertisement -
દૈનિક 40થી 50 ટન રેતી ભરેલાં વાહન પસાર થતાં હોવાનો કૉંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ટીનમસનાં રસ્તા પરથી રેતીનાં વાહન પ્રસાર થાય છે. માર્ગ પરથી 40 થી 50 ટન રેતીનાં વાહન નિકળી રહ્યાં છે. જેના કારણે રોડ સદંતર નાશ પામ્યો છે. આ માર્ગ પર 3 ફૂલીયા પણ નાસ પામ્યાં છે. જયારે અહીંનાં રસ્તાની કેપીસીટી 8 ટનની જ છે. તેના ઉપરથી 40 થી 50 ટન રેતીનાં વાહન પસાર થઇ રહ્યાં છે.