તાલુકા પંચાયત કચેરી આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.12
- Advertisement -
હળવદ તાલુકા પંચાયતનો વહીવટ છેલ્લા કેટલાક સમયથી ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે , તાલુકા પંચાયતમાં સુવિધાઓ વિના તાલુકાના 68 ગામના અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હળવદ તાલુકા પંચાયતમાં લાખો રૂપિયાના ખર્ચે એ ઉપરના માળે અરજદારોને શુદ્ધ પીવાનુ પાણી મળી રહે તે માટે વોટર કુલર અને આરો મશીન મુકાવા આવ્યું હતું. પરંતુ જાણવી અભાવે છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે, જે ખર્ચો કરવામાં આવ્યો હતો પાણીમાં ગયો હોવાનું અરજદારોમાં ચર્ચાય રહ્યું છે.અનેક વાર રજુઆત કરવા છતાં આજદિન સુધીમાં કોય નિરકણ આવ્યું નથી.
હળવદ તાલુકા પંચાયત માં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આ ગ્રાન્ટને મંજૂર કરી કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ હળવદ તાલુકા પંચાયત નો વિકાસ તકલાદી હોય તેમ માત્ર થોડા સમય માટે જ રહે છે જે બાદ અરજદારોની સ્થિતિ પહેલાની માફક થતી હોય તેમ લાગે છે .હળવદ તાલુકા પંચાયતનામા મહીલાઓ માટે ઉપર સરસ શોચાલય બાનવયા હતા પરંતુ યોગ્ય જાળવણી ના અભાવે હાલમાં તુટેલા ફુટેલી હાલતમાં જોવા મળે છે, અરજદારોને સ્વચ્છ અને શુધ્ધ પાણી મળી રહે તે માટે વોટર કુલર અને આરો મશીન મુકવામાં આવ્યું હતું જે હાલ બંધ ખખડધજ હાલતમાં નજરે પડે છે.અરજદારોને શુધ્ધ અને સ્વચ્છ પાણી આપવાના બણગા ફૂંકતી હળવદ તાલુકા પંચાયત ક્યાંથી શુદ્ધ પાણી આપશે તેવું ગ્રામજનોમાં માં ચર્ચાય રહ્યું છે. ત્યારે સરકારના ધારાધોરણ મુજબ કોઈપણ સરકારી ગ્રાન્ટમાંથી ખરીદાયેલ ચીજવસ્તુ અથવા તો રોડ રસ્તાની મર્યાદા ત્રણ વર્ષની હોય છે પરંતુ અહીં તાલુક પંચાયત દ્વારા મુકાયેલા વોટર કુલર અને આરો ના રૂપિયા પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
તો તાત્કાલિક ધોરણે હળવદ તાલુકા પંચાયતનુ પાણીનું વોટર કુલર તેમજ ઉપરના શૌચાલય રીપેરીંગ કરવામાં આવે તેવી અરજદારોમાં માંગણી ઉઠવા પામી છે.



