ઘન કચરાના નિકાલ માટે બનતા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ
પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂ.251 કરોડ
- Advertisement -
પ્લાન્ટની કામગીરી ઝડપી કરવા અધિકારીઓ-પદાધિકારીઓની સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય સરકારની વેસ્ટ ટુ એનર્જી પોલોસી 2016 અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાકરાવાડી ખાતે પી.પી.પી.ના ધોરણે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી ચાલી રહેલી છે. આ પ્રોજેકટની સ્થળ મુલાકાત પદાધિકારીઓ અને અધિકારીઓએ લીધી હતી. જેમાં મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર તથા ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
ઘન કચરાના નિકાલ કરવા આયોજનના ભાગરૂપે વેસ્ટ ટુ એનર્જી પ્લાન પી.પી.પી.ના ધોરણે અમદાવાદની એબેલોન ક્લીન એનર્જી પ્રા.લિ.ને કામગીરી આપવામાં આવેલ છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂ.251 કરોડ જેટલો થનાર છે. નાકરાવાડી ગામમાં ચાલી રહેલ આ કામગીરી પૂર્ણ થયા બાદ નીચેની વિગતે પ્લાન્ટ કાર્યરત થશે.
- Advertisement -
12 હજાર વૃક્ષોનું વાવેતર, રમતનું મેદાન, કાફે સહિતની સુવિધા
આ પ્લાન્ટમાં 1000 ટન પ્રતિ દિવસ કચરો નિકાલ કરશે. પ્લાન્ટનું નિર્માણ અંદાજે 25 એકર ફાળવવામાં આવી છે. આ પ્લાન્ટમાં ખુલ્લી જગ્યામાં 14,000થી વધુ વૃક્ષો વાવેતર કરવામાં આવનાર જે પૈકી હાલમાં, 12,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત 6700 ચો.મી. એરીયા રમત ગમત માટે રાખવામાં આવી છે. જેમાં ફૂટબોલ, વોલીબોલ, ખો-ખો, ક્રિકેટ વગેરે રમતો રમી શકાય તેવું આયોજન કરવામાં આવેલી છે. તેમજ આ પ્લાન્ટની મુલાકાતે આવનારા લોકો માટે 700 સ્ક્વેર મીટરમાં કાફે પોઈન્ટ કરવામાં આવનાર છે.