જૂનાગઢમાં ગાંધી ચોકમાં યુદ્ધ વિમાનનું પ્રદર્શન કરવાનું નકકી થયું છે. ગાંધી ચોકમાં તેના માટે પ્લેટફોર્મ પણ તૈયાર થઇ ગયું છે અને ડિસેમ્બર મહિનામાં આ યુદ્ધ વિમાનનો ભાગ જૂનાગઢ આવી પહોંચ્યો હતો. જેને ચાર મહિના વિતી ગયા છે. આ વિમાનનો ભાગ હવે ભંગાર બની રહ્યો છે.
ગાંધી ચોકમાં તમામ તૈયારીઓ થઇ ગઇ છે. પરંતુ યુદ્ધ વિમાન પ્રદર્શિત કરવામાં આવ્યું નથી. મહાનગર પાલીકાની બેદરકારીનાં કારણે યુદ્ધ વિમાનનો કેટલોક ભાગ ભંગારમાં ફેરવાઇ રહ્યો છે. જૂનાગઢનાં વિકાસનો મોટી મોટી વાતો કરનાર નેતા અને અધિકારીઓ પાણી ન હોય તેવું લાગી રહ્યું છે. અથવા તોે જે કામમાં નામના અને મલાઇ હોય તેવા કામ પહેલા કરવાની ઇચ્છા ધરાવતા હોય તેવું લાગી રહ્યું છે.


