રશિયાના આક્રમણ દરમિયાન યુક્રેનને સમર્થન આપવા બદલ કિવ હંમેશા જર્મનીના આભારી
યુક્રેન રશિયા પર હુમલો નહીં કરે કારણે કે હવે સમય અને શક્તિ નથી: ઝેલેન્સકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ રવિવારે (મે 14) લશ્કરી સમર્થન માટે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝનો આભાર માન્યો હતો. ઝેલેન્સકીએ કહ્યું હતું કે અમે આ વર્ષે રશિયા સાથેના યુદ્ધનો અંત લાવીશું. હકીકતમાં વોલોડિમિર ઝેલેન્સકી રવિવારે બર્લિન પહોંચ્યા હતા. ત્યાર બાદ વોલોડીમીર ઝેલેન્સકીએ જર્મની દ્વારા યુક્રેનને આપવામાં આવતી આર્થિક, સૈન્ય અને રાજકીય સહાય માટે ઓલુફ શુલ્ઝનો આભાર માન્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે રશિયાના આક્રમણ દરમિયાન યુક્રેનને સમર્થન આપવા બદલ કિવ હંમેશા જર્મનીનો આભારી રહેશે. વોલોડીમીર ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું હતું કે જર્મન ચાન્સેલર શુલ્ઝ સાથે તેમની સેનાના વળતા હુમલાનો હેતુ તેમની જમીનને રશિયન કબજામાંથી મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું હતું કે યુક્રેન રશિયા પર હુમલો નહીં કરે, કારણ કે યુક્રેન પાસે ન તો રશિયા પર હુમલો કરવાનો સમય છે અને ન તો શક્તિ.