વિશ્ર્વ હિન્દૂ પરિષદે આવેદન પત્ર આપી ચીમકી આપી
જૂનાગઢ શિવરાત્રી મેળામાં બિન હિન્દૂ પ્રવેશ મુદ્દે વિખવાદ?
- Advertisement -
પ્રવેશ મુદ્દે આગામી દિવસોમાં અખાડા પંચ નિર્ણય લેશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર તીર્થ ક્ષેત્રની પવીત્ર ભૂમિ પર આદિ અનાદિ કાળથી ભવનાથ મંદીરમાં બિરાજમાન ભોળાનાથના સાનિધ્યમાં મહા શિવરાત્રી મેળો યોજાય છે. સનાતન ધર્મની મેળામાં ધજા ફરકે છે ત્યારે દેશ દુનિયાના હજારો સાધુ સંતો અને ધર્મના વડા શિવરાત્રી મેળામાં પધારે છે.અને પ્રતિ વર્ષ 10 થી 15 લાખ હર હર ભોલેના નાદ ભાવિકો મેળામાં જોડાઈ છે ત્યારે આ વર્ષે કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુએ વિધર્મી લોકોની બગી મેળામાં નહિ આવે અને તમામ સાધુ સંતો શિવરાત્રીને દિવસે નાગા સાધુની રવેડીમાં સંતો ચાલીને નીકળશે અને તેની સાથે રવેડીમાં ગૃહસ્થોને પણ એન્ટ્રી નહિ આપવામાં આવે એવાત થી વિખવાદ શરૂ થયો હોય ? તેવું જોવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ ગેર હિન્દૂ મેળામાં પ્રવેશ નહિ તે માટે વિશ્વ હિન્દૂ પરિષદે કલેકટરને આવેદન પત્ર આપી હાકલ પટ્ટી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
શિવરાત્રી મેળામાં ગેર હિન્દુના પ્રવેશ બાબતે સાધુ સંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ પણ આકરા પાણીએ જો કોઈ ગેર હિન્દુ પકડાશે તો તેની સાધુ સંતોની આગેવાનીમાં જાહેરમાં હકાલ પટ્ટી કરવામાં આવશે તેમાં વિશ્વ હિન્દૂ પરિષદના મંત્રી જયેશ ખેસવાણીએ જણાવ્યું હતું જયારે જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી તા.5 થી 8 માર્ચ સુધી મહા શિવરાત્રી પર્વ હોય ત્યારે આ પર્વ ભગવાન શિવની આરાધના ભકિત ભાવ સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ આદિ અનાદી કાળથી ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે હમણાં થોડા વર્ષો થી રવેડીમાં ગેર હિન્દુ સમાજની બગી, બેન્ડ પાર્ટી જોવા મળે છે ત્યારે આ પર્વ ની પવિત્રતા ન જળવાતા સમગ્ર ભારત ભરના હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે માટે આ વર્ષથી જે મૂળ પરંપરાથી આ પર્વને ઉજવવામાં આવે અને ગેર હિન્દુના પ્રવેશ પર સંપૂર્ણ અટકાયત મૂકવામાં આવે જે અંગે વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢના મંત્રી જયેશ ખેસવાણીની આગેવાનીમાં સમગ્ર ટીમ અને હિન્દુ સમાજના આગેવાનો સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.
જૂનાગઢ મહા શિવરાત્રી આગામી દિવસોમાં યોજાવાનો છે ત્યારે મેળામાં વિધર્મીઓની બગી કે સ્ટોલ રાખવામાં ન આવે એ માટે તા.3 માર્ચે સાધુ સંતોનું એક સંમેલન યોજવાનું છે.તેમજ સનાતન વૈદિક પરંપરાને અમુક તત્વો દ્વારા નુકશાન કરવામાં આવતું હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે ત્યારે આ સંમેલનમાં સનાતની સંતો તેમજ હિન્દૂ ધાર્મિક સંસ્થા જોડાશે અને મહા શિવરાત્રી મેળામાં કોઈ વિધર્મી જોડાઈ નહિ તેવો અવાજ ઉઠવામાં આવશે અને ત્યાર બાદ દામોદર કુંડથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.



