ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીસ લી., ન્યુ દિલ્હી અને સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા બેન્કો મેગેઝીન દ્વારા ભારતભરની 1472 જેટલી નાગરિક સહકારી બેન્કો માટે યોજવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાની મીટીંગમાં નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીસ લી.ના ચેરમેનશ્રી લક્ષ્મીદાસજી, ગઈંઇખના શ્રી દીપાંકર રોય, મહારાષ્ટ્રના સ્ટેટ સાયબર ડીપાર્ટમેન્ટના ઉઈંૠ સંજય શીન્દ્રે, દેશની ખ્યાતનામ બેન્કીંગ સોફટવેર કંપનીના એકઝીકયુટીવ, નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સી.ઈ.ઓ. પ્રભાત ચતુર્વેદી, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનની અર્બન કો-ઓપરેટીવના ચેરમેનશ્રીઓ, વાઈસ ચેરમેન , ડિરેકટરઓ તથા એમ.ડી.ઓની વિશાળ હાજરીમાં ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડએ વર્ષ 2023-24 માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બેન્કના ચેરમેન નવીનભાઈ એચ. શાહ, વાઈસ ચેરમેન ભાવનાબેન એ. શાહ તથા સી.ઈ.ઓ. એમ.ડી. અતુલ ડી. શાહને રાષ્ટ્રીય કક્ષાએ આર.બી.આઈ.ના ડીપાર્ટમેન્ટ ઓફ સુપરવિઝનના એકસ ચીફ જનરલ મેનેજર શ્રી ભાર્ગેશ્વર બેનર્જીના હસ્તે બેન્કો બ્લ્યુ રીબન એવોર્ડ (ફસ્ર્ટ રેન્ક) તા. 28-01-2025 ના રોજ એમ્બી વેલી, લોનાવલા મુકામે ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવેલ છે. ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક લી.ને સતત છઠ્ઠા વર્ષે આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, જે સમગ્ર વેરાવળ પંથક અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ માટે ગૌરવ સમાન છે.
ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક લી.ને સતત છઠ્ઠી વખત રાષ્ટ્રીય કક્ષાએ બેન્કો બ્લ્યુ એવોર્ડ મળ્યો
