ભર ઉનાળે નરસિંહ મેહતા તળાવનો પાણીનો વાલ્વ ખોલ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા સરોવર આસપાસના અનેક વિસ્તારો માટે આશીર્વાદ રૂપ છે.જયારે ઉનાળામાં જળ સ્ત્રોત ઊંડા ઉતરી જાય છે ત્યારે નરસિંહ મેહતા તળાવના પાણીના લીધે આસપાસના અનેક વિસ્તારોના બોર, કુવામાં જળ સ્ત્રોત ખૂટતા નથી બીજી બાજુ તળાવમાં અનેક માછલા પણ છે. ત્યારે ભર ઉનાળે તળાવનો એક વાલ્વ ખોલી નાખતા જળ સ્ત્રોતની સમસ્યા અને તળાવના માછલાના મોત થવાની ભીતિ થશે ત્યારે જીવદયા પ્રેમી હિતેશભાઈ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાને જાણ કરતા મનપાના પદાધિકારી અને અધિકારીએ અંતે રાત્રે પાણીનો વાલ્વ બંધ કરી દીધો હતો.
- Advertisement -
નરસિંહ મેહતા સરોવરની હાલ બ્યુટીફીકેશન ચાલી રહ્યું છે. પણ તળાવમાં પાણી ભરેલ છે.જો તળાવનું પાણી ઓછું કરી દેવામાં આવેતો માછલાના મોતની ભીતિ સાથે આસપાસના વોર્ડ – 6, 10 અને 11ના રહીશો જે બોર આધારિત છે તેને પાણીની સમસ્યા ઉભી થાય તેમ હતી એવા સમયે જીવદયા પ્રેમી અને જાગૃત નાગરિક દ્વારા મનપા મેયરને જાણ કરતા તળાવનો વાલ્વ બંધ કરતા હિતેશભાઈએ મેયરનો આભાર વ્યક્ત કર્યો હતો.