ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ અધિકારી અરુણ રોયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તમામ સીએસસી, પીએચસી, આરોગ્ય કેન્દ્ર તેમજ હાઈરીસ્ક એરિયામાં ઝીરોથી બે વર્ષ અને બે વર્ષથી પાંચ વર્ષના બાળકોને તેમજ સગર્ભા બહેનો સહિત જે લોકોએ કોઈ પણ પ્રકારની રસી મેળવેલ નથી તેમજ ડ્રોપ આઉટ છે. તેમને ત્રણ રાઉન્ડમાં રસી આપવામાં આવશે. આ મિશન અંતર્ગત ઓગસ્ટ મહિનામાં 7 તારીખથી 12 તારીખ સુધી સપ્ટેમ્બર મહિનામાં તા.11 થી 16 ઓક્ટોબર મહિનામાં તા.9 થી 14 ઓકટોબર આમ ત્રણ રાઉન્ડમાં રસીકરણનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લામાં થવાનો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ગીર સોમનાથની જનતાએ તેનો લાભ લેવા નમ્ર વિનંતી છે.