અમેરિકાએ કેનેડાના રાજદ્વારીઓને ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે ગઇકાલે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકાને આશા છે કે ભારત રાજદ્વારીઓના સંબંધો પર વિયના સંધિ હેઠળ પોતાના કર્તવ્યોનું પાલન કરશે. વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે કહ્યું કે, અમે કેનેડાના રાજદ્વારીઓને ભારત છોડવા પર ચિંતિતિ છીએ. અમે ભારત સરકારથી કેનેડાની રાજનૈતિક ઉપસ્થિતિમાં ખામી પર જોર નહીં આપવા અને કેનેડાને તપાસમાં સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, મતભેદોને ઉકેલવા માટે સંબંધિત દેશમાં રાજદ્વારીઓની ઉપસ્થિતિ ખૂબ જરૂરી છે. અમને આશા છે કે, ભારત રાજનૈતિક સંબંધો પર વિયત સંધિ હેઠળ પોતાના કર્તવ્યોનું પાલન કરે, જેમાં કેનેડાના રાજનૈતિક મિશનને માન્યતા પ્રાપ્ત અધિકારીઓને મળેલા વિશેષાધિકારોનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
ભારતની ચેતવણી પર કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા
ખાલિસ્તાની સમર્થક આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઇને જાહેર કરેલા વિવાદમાં ભારતે કડક વલણ દાખવતા કેનેડાએ પોતાના 62 માંથી 41 રાજદ્વારીઓ તેમજ તેના પરિજનોને પરત બોલાવ્યા છે. હવે નવી દિલ્હીમાં આવેલા કેનેડા ઉચ્ચઆયોગમાં ફક્ત 21 રાજદ્વારીઓ રહેશે. જો કે, કેનેડાના રાજદ્વારીઓની સંખ્યા 10 ઓક્ટોમ્બર સુધી ઓછી કરવાની હતી. કેનેડાએ પોતાની વાતચીતમાં ભારતને મનાવવાની કોશિશ કરી, પરંતુ વાત ના બની. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે, આ કાર્યવાહીમાં ભારત- કેનેડામાં લાખો લોકો માટે સામાન્ય જીવન જીવવું અઘરૂ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને કેનેડાની વચ્ચે મનદુ:ખ ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી શરૂ થયો છે. જો કે, આ વિવાદ ત્યારે વધ્યો જયારે કેનેડાની પીએમએ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવ્યો હતો.
સૂત્રોનું માનવામાં આવે તો રાજદ્વારીઓના પ્રતિનિધિત્વમાં સમાનતાની માંગણી કરવાના ભારતના નિર્ણયને કેવળ ઓટાવા અને નવી દિલ્હીમાં મિશનોથી સંબંધિત હતું. બેંગલુરૂ, મુંબઇ અને ચંદીગઢમાં તેમના વાણીજ્ય દૂતાવાસોમાં કેનેડાઇ રાજદ્વારીઓની તાકાત પર કોઇ પ્રભાવ નહીં પાડે.
- Advertisement -