જાગૃત નાગરિક ચંદ્રેશભાઇ રોય દ્વારા તંત્રને રજુઆત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રા શહેરનો એક માત્ર માનસર તળાવના કાઠે રહેલા મયુર બાગ સ્થાનિક નગરપાલિકાના તાબામાં છે. મયુર બાગની જાળવણી માટે નગરપાલિકા દ્વારા કેટલાક કર્મચારીઓની પણ નિમણુક કરાઈ છે પરંતુ અહીંના કર્મચારીઓ સવારના સમયે આવે છે અને શાંતિથી આરામ ફરમાવે સાંજે પોતાની ફરજ પૂર્ણ થતા ઘરે પરત ફરી જાય છે એક પણ કર્મચારી સફાઈ હાથ ધરતા નથી જેથી મયુર બાગ ખાતે ગંદકી અને ઉકરડાના સામ્રાજ્ય જમે છે
- Advertisement -
વળી છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોના મનોરંજન માટે મયુર બાગમાં અસામાજિક તત્વોએ બેઠકો શરૂ કરી હોવાના પણ પુરાવા મળી આવે છે અસ્વચ્છ બાગ હવે વિદેશી દારૂ અને બિયરની ખાલી બોટલો રખડતી જોવા મળે છે. ત્યારે અસ્વચ્છ મયુર બાગની સફાઈ અને રાત્રીના સ્યે જામતા અસામાજિક તત્વોનો અડ્ડા બાબતે સામાજિક કાર્યકર ચંદ્રેશભાઇ રોય દ્વારા તંત્રને રજુઆત કરાઇ છે.