ખાસ-ખબર સંવાદદાતા
યુનાઇટેડ નેશન્સ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટે યુક્રેન યુદ્ધ અને કોરોનાકાળને પગલે ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહેલા 18 દેશોમાં ગયા વર્ષે 18 લાખ ટન ઘઉંની નિકાસ કરવા બદલ અને બાજરી પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા બદલ ભારતની પ્રશંસા કરી છે. ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટના પ્રમુખ અલ્વારો લારીઓએ પણ જણાવ્યું હતું કે, ભારતની ૠ-20 પ્રેસિડન્સી વૈશ્ર્વિક ખાદ્ય પ્રણાલીમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે કારણ કે નવી દિલ્હીનું જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત છે એ ઞગ બોડીની પ્રાથમિકતાઓને અનુરૂપ છે.
ભારતનું બાજરા પુન:ઉદ્ધાર પર ધ્યાન કેન્દ્રીત
ઈંઋઅઉ સંયુક્ત રાષ્ટ્રની એક વિશેષ એજન્સી છે જે ગરીબ અને કમજોર દેશોને ગરીબી, ભૂખમરો અને ખાદ્ય અસુરક્ષા જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. તેના પ્રમુખના કહેવા મુજબ ભારતે દક્ષિણ સહયોગમાં વિચારશીલ નેતૃત્વ દર્શાવ્યું છે. બાજરાનાં પુન:ઉદ્ધાર પર ભારતનું ફરી એકવાર ધ્યાન કેન્દ્રીત કરવું એ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે.
- Advertisement -
18 દેશમાં ભારત દ્વારા 18 લાખ ટન ઘઉંની નિકાસ
તેમણે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય કુશળતા વૈશ્ર્વિક દક્ષિણમાં અન્ય દેશોના કૃષિ અને ગ્રામીણ વિકાસને સમર્થન આપી શકે છે. યુક્રેનમાં યુદ્ધને પગલે ગયા વર્ષે ખાદ્યપદાર્થોની અછતનો સામનો કરી રહેલા 18 દેશોમાં ભારત દ્વારા 18 લાખ ટન ઘઉંની નિકાસની પણ કરી હતી જે પ્રશંસનીય છે.