ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.19
અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનું હવે પહેલાં કરતાં વધુ મુશ્ર્કેલ બનશે. ટ્રમ્પ વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે સિટીઝનશિપ ટેસ્ટને વધુ કડક અને જટિલ બનાવવામાં આવશે. અમેરિકાના નાગરિક બનવા ઈચ્છુક દરેક અરજદારે આ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. 20મી ઓક્ટોબર પછી કરેલી અરજીઓ પર આ નિયમ લાગુ પડશે. અરજદારોને ટેસ્ટ પાસ કરવા માટે બે તકો મળશે, નહીંતર તેમને ફરીથી આખી અરજી પ્રક્રિયા શરૂૂ કરવી પડશે.
નવી કસોટી મુજબ અરજદારોએ હવે વધુ મહેનત કરવી પડશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (USCIS)ના પ્રવક્તા મેથ્યુ ટ્રેગેસરે જણાવ્યું કે સુધારેલી પરીક્ષાનો હેતુ નવા નાગરિકો દેશની મહાનતામાં યોગદાન આપે તે સુનિશ્ર્ચિત કરવો છે. અત્યાર સુધી અરજદારોને 10 સવાલોમાંથી 6 સાચા આપવા પડતા હતા, જ્યારે હવે 20 સવાલોમાંથી ઓછામાં ઓછા 12ના સાચા જવાબ આપવા ફરજિયાત રહેશે. સાથે જ સરળ સવાલોની સંખ્યા ઘટાડવામાં આવી છે.
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળના અંતે ટેસ્ટમાં ફેરફારો લાગુ કર્યા. નવી સિસ્ટમ પહેલી ડિસેમ્બર 2020થી 30મી એપ્રિલ, 2021 સુધી અમલમાં હતી, ત્યારબાદ બાઈડેન વહીવટીતંત્રે તેને સમાપ્ત કરી અને ટેસ્ટને સરળ બનાવી હતી.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના ડિરેક્ટર જોસેફ એડલોએ જુલાઈમાં કહ્યું હતું કે, ’ટેસ્ટ ખૂબ જ સરળ હતી. હવે લેવામાં આવતી ટેસ્ટ ખૂબ મુશ્ર્કેલ નથી. જવાબો યાદ રાખવા ખૂબ જ સરળ છે.’
યુ.એસ. સરકાર 1900ના દાયકાથી એક યા બીજા સ્વરૂૂપમાં સિટીઝનશિપ ટેસ્ટ ચલાવી રહી છે. જોકે, કોઈ પ્રમાણિત ટેસ્ટ નહોતી. 1950ના આંતરિક સુરક્ષા કાયદાએ નાગરિકતા માટે અમેરિકન ઇતિહાસ અને નાગરિકશાસ્ત્રનું જ્ઞાન ફરજિયાત બનાવ્યું. ઞજઈઈંજ અનુસાર, સિટીઝનશિપ ટેસ્ટમાં પાસ થવાનો વર્તમાન દર 91 ટકા છે.