સરકારી અનાજની દુકાનોમાંથી કાળા બજાર થતો હોવાની રાવ
ખાસ-ખબર ન્યૂઝ  સુરેન્દ્રનગર, તા.31
રાજ્યમાં સરકારી અનાજનો જથ્થો બરોબર સગેવગે થતો હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા સસ્તા અનાજને છેવાડાના ગામોમાં શ્રમિક પરિવારો સુધી પહોંચી શકતી નથી. આ ગરીબ શ્રમિકોના અનાજને વેચાણ થતું કાળા બજાર વેપારીઓ સસ્તા ભાવે લઈ બાદમાં આકર્ષણ પેકિંગ મારફતે બજારમાં મોંઘા ભાવે વેચાણ કરે છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકામાં પણ આ પ્રકારે સરકારી અનાજનું કાળા બજાર થતો હોવાનું સામે આવ્યું છે ધ્રાંગધ્રા – માલવણ હાઈવે પર આવેલા ખાનગી યુનિટ દ્વારા પોતાના એગ્રીમાં સરકારી અનાજનો જથ્થો ઠાલવી તેને ઘંટીમાં પ્રોસેસ કર્યા બાદ પિતાના પેકિંગ થકી બજારમાં વેચાણ થતું હોવાની રાવ ઉઠી છે ત્યારે પુરવઠા વિભાગ દ્વારા આ પ્રકારના કાળા બજાર કરતા ઉધોગો પર આકસ્મિક તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.



 
                                 
                              
        

 
         
         
        