સત્ય જીવન સાર્વજનિક હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ખાનગી હોસ્પિટલમાં ચાલતા કાળા કારનામાં પરથી પડદો ઉચકતા હવે એની હોસ્પિટલોના નકાબ પણ ખુલ્લા પડી રહ્યા છે જેમાં આગાઉ આશીર્વાદ હોસ્પિટલ ખાતે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણહત્યા કરવા મામલે ખાનગી હોસ્પિટલના સંચાલક, તબીબ અને મહિલા કર્મચારી સહિત ત્રણ વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો જે બાદ આશીર્વાદ હોટલના સંચાલક વિરુધ સીસીટીવી કેમેરા નહીં હોવાના લીધે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. આ બાદ વળી આશીર્વાદ હોસ્પિટલના સંચાલક સાથે કનેકશન ધરાવતા સત્ય જીવન હોસ્પિટલ પર સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. જેમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાનગઢ ખાતે સત્ય જીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન સોનોગ્રાફી મશીનનું સંચાલન કરનાર ડિગ્રી ધરાવતા નહીં હોવાનું, દર્દીઓની વિગતો ફોર્મમાં સંપૂર્ણ પણે ભરવામાં નહીં આવતી હોવા, ફોર્મ એફમાં તબીબની સહી નહીં હોવા સહિતની ક્ષતિઓ જોવા મળી હતી જેને લઇ હાલ પ્રાંત અધિકારી દ્વારા સોનોગ્રાફી મશીનને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
- Advertisement -
હોસ્પિટલના સોનોગ્રાફી મશીન રૂમમાં આપત્તિજનક ચીજ વસ્તુ મળી આવી
થાનગઢના આશીર્વાદ હોસ્પિટલના તાર સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ સુધી જોડાયેલા હોવાની વાત સામે આવી હતી જેના લીધે સોનોગ્રાફી મશીન પણ સીલ કરાયું હતું આ સાથે સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારીની તપાસ દરમિયાન જે રૂૂમમાં સોનોગ્રાફી મશીન રાખવામાં આવ્યું હતું ત્યાં આપત્તિજનક ચીજ (કોન્ડોમ) મળી આવ્યા હતા. જેથી આ સાર્વજનિક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ સાથે અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોવાની શંકા ઉપજી છે.
- Advertisement -