સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2ના ટ્રેલરને લઇને ખાસ જાણકારી સામે આવી છે. જેનુ ટ્રેલર રીલીઝ કરવા માટે નિર્માતાએ એક મોટો પ્લાન બનાવ્યો છે.
સલમાન ખાનનો લોકપ્રિય શો બિગ બૉસ 16 હવે પોતાના ફાઈનલથી બિલ્કુલ નજીક પહોંચી ગયો છે. આગામી વીકેન્ડમાં તેનુ ગ્રાન્ડ ફિનાલે છે. આ સિઝનના ફિનાલેમાં એક વખત ફરીથી સલમાન ખાન શોની મેજબાની કરતા દેખાશે. પરંતુ આ સાથે એક મોટા સમાચાર એવા પણ સામે આવ્યાં છે કે આ શોમાં મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2નુ ટ્રેલર પણ લોન્ચ થઇ શકે છે. કારણકે ફિનાલેમાં સની દેઓલ તેમની ટીમ સાથે પ્રમોશન માટે પહોંચશે.
- Advertisement -
ક્યારે રીલીઝ થશે ફિલ્મ
જાણકારી મુજબ ગદર 2ના પ્રમોશન માટે સની દેઓલ અને અમીષા પટેલ બિગ બૉસ 16 ફાઈનલનો ભાગ બનશે. આ ફિલ્મ 15 ઓગષ્ટ એટલેકે સ્વતંત્રતા દિવસના અવસરે મોટા પડદે એન્ટ્રી આપશે. એવામાં બિગ બૉસ પૂરુ થતા પહેલા આખી ટીમે આ ફિલ્મને લઇને ખાસ પ્લાનિંગ કર્યુ છે. મીડિયાના એક અહેવાલ મુજબ આ પ્રસંગે ગદર-2નુ ટ્રેલર પણ લોન્ચ કરી શકાય છે.
- Advertisement -
View this post on Instagram
લીક થયેલા સીને વધારી એક્સાઈટમેન્ટ
આ ફિલ્મમાં સની દેઓલને તેના પ્રશંસકો એક વખત ફરીથી તારા સિંહ અને અમીષાને લોકો સકીનાના રૂપમાં જોવાના છે. હાલમાં શુટિંગ દરમ્યાન એક ક્લિપ સામે આવી હતી જેમાં સની દેઓલ પોતાના દમદાર અંદાજમાં દેખાઈ રહ્યાં છે. આ સીનને જોયા બાદ પ્રશંસકોની એક્સાઈટમેન્ટ ઘણી વધી ગઇ છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને અનિલ શર્મા નિર્દેશિત કરી રહ્યાં છે.