ખાસ-ખબર ન્યૂઝ રાજુલા,
રાજુલા શહેરમાં આવેલ વનવિભાગ કચેરી ખાતે નાયબ વન સંરક્ષક શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલીતાણાના માર્ગદર્શન હેઠળ રેલ્વે ટ્રેક પર સિંહના સંરક્ષણ માટે ટ્રેન દ્વારા અકસ્માત ન બને તે હેતુથી વન્યજીવ રેન્જ રાજુલા ખાતે ફરજ બજાવતા તમામ રેલ્વે સેવકો અને ટ્રેકર્સ દ્વારા રેલવેટ્રેક પર વન્યપ્રાણી અકસ્માત નીવારવા માટે શ્રેષ્ઠ કામગીરી કરી વન્યપ્રાણીઓનો જીવ બચાવ્યો હતો. જે બદલ રાજુલા વનવિભાગ ટીમ દ્વારા રેલ્વે સેવકો તથા ટ્રેકર્સને એ.સી.એફ તથા આર.એફ.ઓ. યોગરાજસિંહ રાઠોડના વરદહસ્તે પ્રશાંતપત્ર આપી સન્માનિત કરવામા આવ્યાં હતાં.
- Advertisement -
અન્ય તમામ ટ્રેકર્સ, રેલ્વેસેવકો, રેસક્યુ ટીમ અને સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરેલ તે કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથોસાથ ચોમાસા દરમિયાન રેલ્વેટ્રેક પર સિંહ અકસ્માત નિવારવા માટે સાવચેતી માટે શુ પગલાં ભરવા એ અંગે માર્ગદર્શન આપવામાં આપ્યુ હતું. આ તકે જી.એલ.વાઘેલા એ.સી.એફ(અમરેલી), વાય.એમ.રાઠોડ(રેન્જ ફોરેસ્ટ ઓફીસર વન્યજીવ રેન્જ રાજુલા), વનપાલ વીક્ટર કે.કે.મકવાણા, વનપાલ બાબરીયાધાર એચ.જે.સરવૈયા, આર.પી.વઘાસીયા વનપાલ ધારેશ્વર, આઇ.વી.ગોહિલ વનપાલ સુચિત રેસ્ક્યુ ટીમ-1, વાય.એમ. આસ્કાની વનપાલ રેપીડ એક્શન ફોર્સ, જે.પી.ચૌહાણ વનરક્ષક રાજુલા બીટ -01, એમ.એ.માંગાણી વનરક્ષક રેલ્વેટ્રેક બીટ-1, એ.આર.ચુડાસમા વનરક્ષક વિક્ટર બીટ, એચ.આર.બારૈયા વનરક્ષક બર્બટાણા બીટ, સી.એસ.ભીલ. વનરક્ષક રેલ્વેટ્રેક બીટ-2 તેમજ તમામ ટ્રેકર્સ, રેલ્વે સેવકો સહિત વનવિભાગ ટીમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.