હેર કલર અને બ્લીચિંગ પ્રોડક્ટસમાં વપરાતું ઘટક ત્વચાની બળતરા અને રોગપ્રતિકારક તંત્રની નિષ્ક્રિયતા સાથે સંકળાયેલું છે
ખાદ્ય પદાર્થો પછી ઝેરી રસાયણોનો બેધડક સહુથી વધુ ઉપયોગ કરતું કોઈ ક્ષેત્ર હોય તો તે સૌંદર્ય પ્રસાધનોમાં ઉત્પાદનનું ક્ષેત્ર છે. કોસ્મેટિકમાં ટોક્સિક કેમિકલનો ઉપયોગ ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં, ખાસ કરીને આપણા દેશમાં સરકાર તેમજ પ્રજા એ બાબત પર પૂરતું લક્ષ આપતા નથી. સમગ્ર વિશ્વમાં આ એક બહુ મોટી સમસ્યા છે પરંતુ તે ખાદ્ય પદાર્થની જેમ દ્રશ્યમાન રીતે સીધા શરીરમાં જતા ન હોવાથી લોકોનું ધ્યાન તેના તરફ ગયું નથી. સૌંદર્ય પ્રસાધનોની એક જબરદસ્ત ઇન્ડસ્ટ્રીઝ છે. 10 20 રૂપિયાના ટેલકમ પાવડર થી માંડીને હજાર રૂપિયાની કિંમતે મળતા સૌંદર્ય પ્રસાધનો વ્યક્તિગત રીતે તો ઉપભોક્તાને નુકસાનકારક છે જ વળી તે જળવાયું પ્રદૂષણ પણ બહુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરે છે. ભારત જેવા દેશમાં આ નુકસાનની યોગ્ય સમીક્ષા કરતી કોઈ તુ સુવ્યવસ્થિત કાર્યવાહી નથી તેમ છતાં સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગની વ્યાપકતા જોતા વ્યક્તિગત અને ઇકો સિસ્ટમમાં તેનું નુકસાન કેટલું હશે તેનો અંદાજ લગાવો મુશ્કેલ નથી. “EWGનો અભ્યાસ નોંધે છે કે એક મહિલા દરરોજ લગભગ 168 વિવિધ રસાયણોના સંસર્ગમાં આવે છે. આ એક્સપોઝર સમય જતાં એકઠા થાય છે અને તેથી લોકો માટે એવા ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે જે આપણા સ્વાસ્થ્ય માટે નિર્દોષ અને વધુ સારી હોય. તો ચાલો આજે આપણે સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગમાં લેવાતા એવા કેટલાક રસાયણની માહિતી મેળવીએ.
- Advertisement -
ફોર્માલ્ડિહાઇડ
દાયકાઓ અગાઉ તેને કેન્સર પેદા કરતા રસાયણની શ્રેણીમાં મૂકવામાં આવી હોવા છતાં જો આજ સુધી તેનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. ફોર્માલ્ડિહાઇડ નેઇલ પોલીશ, પાંપણની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા બારીક ગમ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોની શ્રેણીમાં એકદમ સામાન્ય ઘટક છે. આપણા દેશમાં લોકો સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કેમિકલ બાબતે કોઈ જ જાણકારી ધરાવતા હોતા નથી તેથી આવી પ્રોડક્ટરની પસંદગીમાં આપણે ત્યાં આ કોઈ મુદ્દો જ નથી. પરંતુ રસાયણ પોતાનું કામ કરવાનું બંધ કરતું નથી. સૌંદર્ય પ્રસાધનો ઉપયોગ એકદમ ગરીબથી માંડીને અત્યંત શ્રીમંત વર્ગ નહીં સ્ત્રીઓ પણ નિયમિત કરતી હોય છે, તેથી તેની ગંભીરતા સમજી શકાય છે. ઉત્પાદકો પણ આ રસાયણને પ્રોડક્ટ અંગેની માહિતીમાં અલગ નામ થી રજૂ કરતા હોય છે. “બ્રોનોપોલ, ડીએમડીએમ હાઇડેન્ટોઇન, ડાયઝોલિડિનાઇલ યુરિયા, ઇમિડાઝોલિડિનાઇલ યુરિયા અને ક્વાટેર્નિયમ-15 એ કોસ્મેટિક પ્રિઝર્વેટિવ્સ છે જે ધીમે ધીમે ફોર્માલ્ડિહાઇડ બનાવે છે, આથી જ તેને ફોર્માલ્ડીહાઇડ રીલીઝર્સ કહેવામાં આવે છે.
“Artificial fragrance”
પ્રોડક્ટના લેબલ પર તેના ઘટક દ્રવ્યોની સુચી દર્શાવવામાં જ્યારે આર્ટિફિશિયલ ફ્રેગરન્સ જેવો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે તે સેંકડો રસાયણોના સમૂહ માટેનો એક જ શબ્દ હોય છે. કાનૂની રીતે ઉત્પાદકે આ રસાયણોની સંપૂર્ણ સૂચિ આપવાની જરૂરી હોતી નથી એટલે આર્ટિફિશિયલ ફ્રેગરન્સ શબ્દની આડમાં અનેક ઝેરી રસાયણોની વાતને છુપાવી દેવામાં આવે છે. ફક્ત ભારત જ નહીં દુનિયાભરમાં આ અંગેના કાયદા ઘણા નબળા છે. Phtalates, ફટલેટ્સ એ નુકસાનકારક રસાયણોનું સંયોજન છે જે “સુગંધ’ની છત્રી હેઠળ છુપાયેલુ છે અને તેનો ઉપયોગ કેટલીકવાર પરફ્યુમને ત્વચા પર ચોંટી રહેવામાં મદદકર્તા તરીકે તેમજ પાંપણના બારીક વાળના ગમ તરીકે અને નેઇલ પોલીશમાં પણ વપરાય છે. આ ફટલેટ્સનાથી ખૂબ મહત્વપૂર્ણ અંત:સ્ત્રાવી ગ્રંથિઓના કામને અવરોધે કે વિક્ષેપ ઊભા કરે છે જેમ કે, કેટલાક કિસ્સાઓમાં છોકરીઓ અને છોકરાઓમાં સમય કરતાં વહેલા તરુણાવસ્થા આપે છે, અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટાડે છે.
- Advertisement -
વળી તે પર્યાવરણ માટે પણ હાનિકારક છે. વિદેશોમાં કેટલાક છૂટક વિક્રેતાઓએ તેમના છાજલીઓમાંથી phtalate સમાવતાં ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે, પરંતુ આપણે હજુ પણ સુગંધની વાત આવે છે ત્યારે નુક્શાનને અવગણીએ છીએ. પેરાબેન વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોમાં જોવા મળે છે જે એક પ્રિઝર્વેટિવ્સ છે. બ્યુટાઇલ, પ્રોપાઇલ અને ઇથાઈલ પેરાબીન હોર્મોન બેલેન્સમાં વિક્ષેપ ઉભા કરે છે. તેથી જ ઘણી બ્રાન્ડ્સે તેમના ઉત્પાદનોને “પેરાબેન-ફ્રી” બનાવવાની પહેલ કરી છે. 2004ના એક સંશોધન મુજબ સ્તન કેન્સર પેશીના નમૂનાઓમાં પેરાબેનના ઘટકો જોવા મળ્યા હતા.અલબત્ત, ઊઞ અને ઋઉઅ નિયમો અનુસાર, પેરાબેનને તેના આજના, વર્તમાન સ્વરૂપમાં વાપરવા માટે અધિકૃત રીતે સલામત ગણવામાં આવે છે, કારણ કે કોસ્મેટિક ઉત્પાદનો આ ઘટકોની ખૂબ જ ઓછી સાંદ્રતાનો ઉપયોગ કરે છે. મિનરલ ઓઇલ(ખનિજ તેલ), આપણે તેને સંપૂર્ણપણે નિર્દોષ માનીએ છીએ પરંતુ જ્યારે ખનિજ તેલ લિપ ગ્લોસ, ક્ધસીલર, આઈશેડો, એસપીએફ અને બામ ક્લીન્સર્સની બનાવટમાં સંયોજન તરીકે વપરાય છે ત્યારે સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર તેની વિપરીત અસર પડે છે. પેટ્રોલિયમની આડપેદાશ તરીકે, ખનિજ તેલ કાર્સિનોજેનિક અશુદ્ધિઓનું વહન કરી શકે છે.
ક્રીમ બેઝડ પ્રોડક્ટમાં કેમિકલ થીકનર તરીકે વાપરવામાં આવતાં પ્રોપીલીન ગ્લાયકોલ (PG) અનેબ્યુટીલીન ગ્લાયકોલ (BG) પેટ્રોલિયમથી મેળવેલા હોય છે જે ત્વચાને બળતરા કરી શકે છે. સિલોકસેન્સ સાઈક્લિકલ સિલોકસેન્સ તરીકે પણ ઓળખાય છે, આ સંયોજનો વિવિધ કોસ્મેટિક અને સ્કિનકેર ઉત્પાદનોમાં જોવા મળે છે-પરંતુ તે પર્યાવરણ માટે શ્રેષ્ઠ નથી, તેમજ અંત:સ્ત્રાવી વિક્ષેપ ઉભા કરી શકે છે. ટ્રાઇક્લોસનઆ એન્ટિમાઇક્રોબાયલ ઘટક (ઘણી વખત હેન્ડ સેનિટાઇઝર્સ અને એન્ટીબેક્ટેરિયલ સાબુમાં જોવા મળે છે) થાઇરોઇડ અને પ્રજનન હોર્મોન્સ પર એટલી નોંધપાત્ર અસર સાથે સંકળાયેલું છે કે તે ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. યુએસએમાં એન્ટિસેપ્ટિક સાબુમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મ છે, પરંત હજુ પણ તેનો ઉપયોગ ડિઓડરન્ટ, માઉથવોશ, શેવિંગ ક્રીમ અને ટૂથપેસ્ટની બનાવટમાં થાય છે.