ટાઇટેનિકનો કાટમાળ જોવા માટે 2 કરોડ રૂપિયા લાગે છે
ખાસ-ખબર સંવાદદાતા
ટાઈટેનિકના કાટમાળને જોવા લોકોને લઈ જતી ટૂરિસ્ટ સબમરીન રવિવારે એટલાન્ટિક મહાસાગરમાં ગાયબ થઈ ગઈ હતી. ટાઇટન સબમરીનમાં એક પાયલટ અને 4 મુસાફરો સવાર હતા. સબમરીનને શોધવા માટે કેટલાય અમેરિકન અને કેનેડિયન જહાજો-પ્લેન મોકલવામાં આવ્યા છે. ધ ગાર્ડિયન અનુસાર, સબમરીન રવિવારે બપોરે પાણીમાં પ્રવેશ્ર્યાના 1.45 કલાક પછી રડારમાંથી ગાયબ થઈ ગઈ હતી.
- Advertisement -
રોયટર્સ અનુસાર, સબમરીન 96 કલાક સુધી પાણીમાં ડૂબી રહી શકે છે. જોકે, સબમરીન હજુ પાણીમાં છે કે સપાટી પર આવી છે તે જાણી શકાયું નથી. યુએસ-કેનેડિયન રેસ્ક્યુ ટીમે કેપ કોડની પૂર્વમાં લગભગ 900 માઇલ (1,450 કિમી) શોધ શરૂૂ કરી છે. આ સિવાય સોનાર-બોયને પણ પાણીમાં છોડવામાં આવ્યા છે, જે 13 હજાર ફૂટની ઊંડાઈ સુધી નજર રાખી શકે છે. આ ઉપરાંત કોમર્શિયલ જહાજોની પણ મદદ લેવામાં આવી રહી છે.
ટાઇટેનિકના કાટમાળને જોવા માટે દરેક વ્યક્તિએ લગભગ 2 કરોડ રૂૂપિયા ચૂકવવા પડે છે. આ પ્રવાસ સેન્ટ જ્હોન્સના ન્યૂફાઉન્ડલેન્ડમાં શરૂૂ થાય છે. 2 કલાકમાં 600 કિમી દૂર એટલાન્ટિક મહાસાગરમાં પહોંચે છે, જ્યાં સમુદ્રના તળિયે 3,800 મીટર પર ટાઇટેનિકનો કાટમાળ રહેલો છે. આ સબમરીનમાં 5 લોકો આવી શકે છે.