ધક્કામુક્કી પેસેન્જર પાડી જતા ટાયર ફરી વળ્યુ: ડેપો મેનેજર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સલામત સવારી એટ ટી અમારીના સૂત્ર એકદમ ખોટું સબૈત કરતો કિસ્સો ધ્રાંગધ્રા ખાતે પ્રકાશમાં આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રૂટની બસ એક પેસેન્જરના પગ પર ફરી વળતાં ઈજા પામી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ગુરુવારે સવારના સમયે ધ્રાંગધ્રાની સુરેન્દ્રનગર તરફ જતી બસ ધ્રાંગધ્રા એસ.ટી ડેપો ખાતે જતા જ પેસેન્જરના ટોળા બસમાં ચડવા માટે ધક્કામુક્કી કરતા હતા તેવામાં ખેત મજૂરી કામ કરતા અને અશિક્ષિત આધેડ આ બસ તરફ જતા જ ધક્કામુક્કીમાં ટલ્લે ચડ્યા હતા અને નીચે પટકાતા આધેડના પગ પર બસનું ટાયર ફળી વળ્યુ હતું. જેથી ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જ્યારે ધ્રાંગધ્રા એસ.ટી ડેપોના મેનેજર દ્વારા ઈજાગ્રસ્ત આધેડની મુલાકાત લીધી હતી જેમાં પૂછપરછમાં આધેડને હળવદ જવાનું હોય પરંતુ અશિક્ષિત હોવાના લીધે તેઓ સુરેન્દ્રનગર રૂટની બસમાં ચડવા જતા નીચે પટકાયા હોવાનું જણાવાયું હતું.



