ટ્રમ્પનો રશિયા નજીક બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ: કહ્યું- ગંભીર પરિણામો ભોગવવાં પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
રશિયા સાથે વધતા તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા નજીક બે પરમાણુ સબમરીન તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી છે, જોકે તેમણે સબમરીન ક્યાં તહેનાત કરવામાં આવશે એ જણાવ્યું નથી. રશિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે પરમાણુ મુકાબલા તરફ આગળ વધી રહ્યો છે. બંને મહાસત્તાઓ હવે એકબીજા સામે પરમાણુ શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર એક પોસ્ટ લખીને આ નિર્ણયની માહિતી આપી હતી. તેમણે ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવના ઉશ્ર્કેરણીજનક નિવેદન અને યુક્રેન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા વચ્ચે આ પગલું ભર્યું છે.
રશિયાની રાજ્ય સમાચાર એજન્સીએ વરિષ્ઠ રશિયન સાંસદ વિક્ટર વોડોલાત્સ્કીને ટાંકીને કહ્યું હતું કે, વિશ્ર્વના મહાસાગરોમાં રશિયાની પરમાણુ સબમરીનની સંખ્યા અમેરિકન સબમરીન કરતા ઘણી વધારે છે અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે સબમરીનને યોગ્ય વિસ્તારોમાં મોકલવાનો આદેશ આપ્યો છે તે લાંબા સમયથી તેમના નિયંત્રણ હેઠળ છે. તેથી, સબમરીન વિશે યુએસ નેતાના નિવેદન પર રશિયન ફેડરેશન તરફથી કોઈ પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.
શુક્રવારે અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે તેમણે ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ અને રશિયાની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવના ઉશ્ર્કેરણીજનક નિવેદનોને કારણે યોગ્ય વિસ્તારોમાં બે યુએસ પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે આ એટલેથી કરવામાં આવ્યું છે કે આ મૂર્ખ અને ઉશ્કેરણીજનક નિવેદનો હવે ન થાય.
ટ્રમ્પની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, રશિયન સાંસદે કહ્યું, બે સબમરીન જવા દો, તેઓ લાંબા સમયથી દેખરેખ હેઠળ છે. તેમણે રશિયા અને અમેરિકા વચ્ચે એક મૂળભૂત કરારની જરૂરિયાત પર ભાર મૂકયો જેથી આખી દુનિયા શાંત થાય અને ત્રીજા વિશ્ર્વયુદ્ધ શરૂ કરવાની વાત બંધ થાય.
અમેરિકા અને રશિયા વચ્ચેનો તણાવ ફરી એકવાર ખતરનાક તબક્કે પહોંચતો હોય તેવું લાગે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ખુલાસો કર્યો કે તેમણે રશિયાની નજીકના યોગ્ય વિસ્તારોમાં બે પરમાણુ સક્ષમ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પના મતે, તેમણે રશિયન નેતા દિમિત્રી મેદવેદેવની ધમકીઓના જવાબમાં આ પગલું ભર્યું છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, મેં બે પરમાણુ સબમરીનને યોગ્ય વિસ્તારોમાં મોકલવાનો આદેશ આપ્યો છે, જેથી જો મેદવેદેવના નિવેદનો ફક્ત શબ્દો કરતાં વધુ હોય, તો આપણે તૈયાર રહી શકીએ.
અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી ગયો છે. ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવની ધમકીઓના જવાબમાં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની નજીકના વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં કહ્યું કે તેમણે યોગ્ય વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, જેથી આ મૂર્ખ અને ઉશ્ર્કેરણીજનક નિવેદનો આનાથી વધુ ન બને. અગાઉ, ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ અને હાલમાં રશિયન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ મેદવેદેવે ટ્રમ્પને યુદ્ધની ચેતવણી આપી હતી. મેદવેદેવને વ્લાદિમીર પુતિનના ખૂબ જ નજીક માનવામાં આવે છે.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું, રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જે હવે રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના ઉપાધ્યક્ષ છે, તેમના અત્યંત ઉશ્કેરણીજનક નિવેદનોના આધારે, મેં યોગ્ય વિસ્તારોમાં બે પરમાણુ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે, જેથી આ મૂર્ખ અને ઉશ્ર્કેરણીજનક નિવેદનો આનાથી વધુ ન બને. તેમણે આગળ કહ્યું, શબ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણીવાર અપેક્ષા કરતા વિપરીત પરિણામો તરફ દોરી શકે છે. મને આશા છે કે આ તે ઉદાહરણોમાંથી એક નહીં હોય. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!