3 નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદી ખીણો પર જળવાયુ પરિવર્તનની ખતરનાક અસર અનુભવાશે અને આ કારણે લોકોને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
છેલ્લા ઘણા વર્ષોથી એક ચિંતાજનક વિષય પર લોકો વાતો કરી રહ્યા છે અને તેને રોકવાના ઘણા ઉપાયો શોધી રહ્યા છે પરંતુ કોઈ સફળ ઉપાય હજુ સુધી મળ્યો નથી. આ વિષય છે ગ્લોબલ વોર્મિંગ. હવે એ વાત તો જાણીતી જ છે કે માનવીય પ્રવૃતિઓને કારણે વિશ્વનું તાપમાન વધી રહ્યું છે અને પરિણામે વાતાવરણમાં થતા પરિવર્તન હવે માનવ જીવનના દરેક પાસાઓ માટે ખતરારૂપ બની ગયા છે.
- Advertisement -
એવામાં હવે જળવાયુ પરિવર્તનને લગતો એક તાજેતરનો અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા સહિત દક્ષિણ એશિયાના મુખ્ય નદીના તટપ્રદેશોમાં હવામાન પરિવર્તનની ખતરનાક અસરો અનુભવાશે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે માનવજાતની ગતિવિધિઓ અને ક્લાઈમેટ ચેન્જના કારણે લગભગ એક અબજ લોકોને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
અહેવાલ મુજબ, 3 નદીઓ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા સહિત દક્ષિણ એશિયાની મુખ્ય નદી ખીણો પર જળવાયુ પરિવર્તનની ખતરનાક અસર અનુભવાશે અને તેના માટે આબોહવા-સ્થિતિસ્થાપક અભિગમની તાત્કાલિક જરૂર છે. જીવન જરૂરી કહેવાતું ચોમાસું ભયાનક પૂરનું કારણ બની શકે છે. આબોહવા પરિવર્તન, વધતું તાપમાન અને અનિયમિત ચોમાસું તટપ્રદેશને સંકટ તરફ ધકેલી રહ્યું છે.
- Advertisement -
હવે એ વાત તો જાણીતી જ છે કે હિમાલય દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના ભાગો માટે તાજા પાણીનો સ્ત્રોત છે. તેમના બરફ, ગ્લેશિયર્સ અને વરસાદના પાણીથી એશિયાની 10 સૌથી મોટી નદી પાણીથી ભરપૂર રહે છે. તેમાંથી ખાસ કરીને ગંગા નદી એ 60 કરોડથી વધુ લોકો માટે આવશ્યક માનવામાં આવે છે. હવે આ નદી પણ પર્યાવરણના વધતા જોખમોનો પણ સામનો કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ઝડપી ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ અને આધુનિક કૃષિ પદ્ધતિઓએ નદીના પાણી પર ખરાબ અસર છોડી રહી છે.
અહેવાલમાં જણાવાયું છે કે ગટર અને ઔદ્યોગિક કચરો પાણીને ગંભીર રીતે પ્રદૂષિત કરે છે, જે લોકો અને પર્યાવરણ માટે જોખમ ઊભું કરે છે. આ આબોહવા પરિવર્તનની અસરો ખાસ કરીને પૂર અને દુષ્કાળના સ્વરૂપમાં જોખમ વધારી રહી છે.
એ જ રીતે, જો આપણે સિંધુ નદી વિશે વાત કરીએ, તો તે પાકિસ્તાન, ભારત, અફઘાનિસ્તાન અને ચીનના 26.8 કરોડ લોકોની જીવાદોરી કહેવાય છે. જો કે, હવામાન પરિવર્તન, વધતું તાપમાન અને અનિયમિત ચોમાસું આ નદીને પણ સંકટ તરફ ધકેલી રહ્યું છે.