2017માં મહિલા સરપંચ વિરુઘ્ધ 24.20 લાખની ઉચાપતનો ગુનો નોંધાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સાયલા તાલુકાના સુદામડા ગામના ખનિજ માફિયા સોતાજભાઈ યાદવ અને તેઓના પુત્ર યુવરાજ યાદવ બાદ હવે સોતાજભાઈ યાદવના પત્ની અને સુદામડા ગામના પૂર્વ સરપંચ સમાબેન યાદવ પર પણ કાયદાનો સકંજો કસાયો છે. જેમાં સમાબેન યાદવ વર્ષ 2016માં સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન 1 માર્ચ 2016થી 18 જાન્યુઆરી 2017 સુધીમાં સરકારના 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કુલ 24,20,516 રૂપિયાની બે હિસાબી ખર્ચ કરાયો હોવાનો ગુન્હો તત્કાલીન મહિલા સરપંચ સમાબેન યાદવ અને તલાટી નજોરખાન પુંજાભાઈ મલેક વિરુધ 24 નવેમ્બર 2017ના રોજ સાયલા પોલીસ મથક ખાતે નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધી સુદામડા ગામના તત્કાલીન મહિલા સરપંચ અને તલાટી બંને નાસતા ફરતા હોય જેના આઠેક વર્ષ બાદ અંતે સાયલા પોલીસ મથકના સ્ટાફ દ્વારા મહિલા સરપંચને છુપાવાના તમામ આશ્રય સ્થાન પર શોધખોળ આદરી બાતમીને આધારે સુદામડા ખાતે પોતાના રહેણાક મકાનેથી ઝડપી પાડ્યા હતા જ્યારે તલાટી મંત્રી નઝીરભાઈ પૂજાભાઈ મલેક હજુય ફરાર હોવાથી તેઓને ઝડપી લેવા અંબેના ચક્રો પણ ગતિમાન કર્યા છે.