મોજશોખ માટે ચોરી કરતા જુનાગઢના કિરણની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના કોઠારીયા રોડ પર આવેલ મોરારીનગરમાં રહેતા કૌશલભાઇ મહેશભાઇ માધાણીના બંધ ઘરના તાળાં તોડી રોકડ તેમજ ચાંદીના દાગીના મળી કુલ 70 હજારની ચોરી થઈ હતી 15 દિવસ પહેલાના આ બનાવનો એલસીબી ઝોન 1ની ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે.
- Advertisement -
આ ચોરી અંગે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો હોય એલસીબી ઝોન 1ના પીએસઆઇ બી.વી.ચુડાસમા, એ.એસ.આઈ. ભરતભાઈ વાઘેલા, જયપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ મનરૂપગીરી ગૌસ્વામી તથા કોન્સ્ટેબલ રવીરાજભાઈ પટગીર, સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે મૂળ જુનાગઢનો હાલ નાડોદાનગર પૂલ પાસે દુધીબેનની ઓરડીમાં ભાડેથી રહેતા કિરણ કાળુ સોલંકીની ધરપકડ કરી હતી ચોરીના બનાવ બાદ પોલીસે 100થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા આરોપીની ઓળખ કરી બાતમીના આધારે નાડોદાનગર મેઇન રોડ પરથી પકડી લઇ ચાંદીની ઝાંઝરી, સાંકળા, હાથના કડલા, રોકડા રૂપિયા 43 હજાર મળી કુલ 48 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપી રીઢો ગુનેગાર છે. મોજશોખ પુરા કરવા ચોરીઓ કરતો રહે છે. અગાઉ તે જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં ચોરી, દારૂ, માદક પદાર્થ સહિતના 8 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.