ગુજરાતને અત્યાર સુધી મળ્યા 25 રાજ્યપાલ
આનંદીબેન પટેલ આ મહિને નિવૃત્ત થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પાંચ વર્ષનો કાર્યકાળ 22મી જુલાઇએ પૂર્ણ થઇ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાત માટે નવા રાજ્યપાલની તલાશ શરૂ કરી દીધી છે. આચાર્ય દેવવ્રત 22મી જુલાઇ 2019માં રાજ્યપાલ તરીકે આરૂઢ થયા હતા. ગુજરાતને અત્યાર સુધી 25 રાજ્યપાલ મળ્યાં છે પરંતુ તે પૈકી છ રાજ્યપાલ કાર્યકરી પદ પર રહ્યાં હતા જેમાં પીએન ભગવતી 1967 અને 1973 એમ બે વખત કાર્યકારી પદે રહ્યાં હતા. ગુજરાતને 1લી મે 1960માં પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ ઝંગ મળ્યા થયા હતા, તેમણે પાંચ વર્ષ સુધી આ પદ ભોગવ્યું હતું. તેમના પછી આવેલા નિત્યાનંદ કાનુનગોએ પાંચ વર્ષ પુરાં કર્યા નહતા.
ગુજરાતમાં યુપીએ સરકારમાં ડો. કમલા બેનિવાલે પાંચ વર્ષ પૂરાં કર્યા પછી કાર્યકારી રાજ્યપાલ તરીકે માર્ગારેટ આલ્વાને મુકવામાં આવ્યા હતા પરંતુ ત્યારપછી કેન્દ્રમાં ગઉઅની સરકાર આવતાં રાજ્યપાલ તરીકે ઓમપ્રકાશ કોહલીની વરણી થઇ હતી.
- Advertisement -
ગુજરાતમાં આચાર્ય દેવવ્રતે શરૂઆતથી જ તેમના કાર્યકાળમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી ગુજરાતનો પ્રવાસ કર્યો છે અને ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા છે. કેન્દ્ર સરકાર તેમના માટે પ્રાકૃતિક ખેતીના કોઇ મહત્ત્વના પદ પર વિચારણા કરી શકે તેમ છે.
ગુજરાતમાં ભૂતકાળમાં એવો એકપણ દાખલો બન્યો નથી કે કોઇ રાજ્યપાલને બીજી ટર્મ માટે ચાલુ રાખવામાં આવ્યા હોય. એટલે કે ગુજરાતને હવે નવા રાજ્યપાલ મળશે. આ સાથે ઉત્તર પ્રદેશને પણ નવા રાજ્યપાલ મળશે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના નેતાઓ દેશના અન્ય રાજ્યોમાં રાજ્યપાલ બન્યા હોય તેવા કૂલ ત્રણ કિસ્સા છે.
ભાજપની સરકારના પૂર્વ નાણામંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વજુભાઇ વાળાને મોદી સરકારે કર્ણાટક રાજ્યમાં રાજ્યપાલ બનાવ્યા હતા પરંતુ તેમની ટર્મ પુરી થઇ ગઇ હોવાથી હાલ તેમની પાસે કોઇ હોદ્દો નથી. એ ઉપરાંત મધ્ય પ્રદેશ રાજ્યમાં હાલ રાજ્યપાલ પદે છે તે પૂર્વે સિનિયર મંત્રી મંગુભાઇ પટેલ છે. તેમના ટેન્યોરને હજુ વાર છે. તેમને જુલાઇ 2021માં રાજ્યપાલ બનાવેલા છે.