ભારત ઓક્ટોબરથી આગામી 11 મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે
ખાસ-ખબર સંવાદદાતા
વરસાદની અછતના કારણે ઘઉંના પાકોમાં અછત આવી અને આગામી તહેવારોની સીઝનમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકાર ખાંડના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સના એક રિપોર્ટ મુજબ, સરકારના સૂત્રોએ માહિતી આપી છે કે, ભારત ઓક્ટોબરથી આગામી 11 મહિના સુધી ખાંડ નિકાસ પ્રતિબંધિત કરી શકે છે. 7 વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે ભારત ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવશે.
- Advertisement -
જ્યારથી આ માહિતી સામે આવી છે કે ભારત આગામી મહિનાથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે, ત્યારથી અરબ દેશોની ચિંતા વધી ગઈ છે. કારણ કે ભારત પહેલાથી જ ચોખા અને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ અને ડુંગળીના નિકાસ પર મોટા ચાર્જ લગાવ્યા છે, જેનાથી અરબ દેશોમાં આ વસ્તુઓની મોંઘવારી ચરમ પર છે. ખાંડ નિકાસ પર પ્રતિબંધના નિર્ણયથી અરબ દેશોમાં ખાંડનો મીઠો સ્વાદ પણ કડવો થઈ શકે છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના આંકડા અનુસાર, ગત વર્ષ કતારે 90 ટકા, ઞઅઊએ 43 ટકા, બહરીને 34 ટકા અને સાઉદી અરબ અને કુવૈતે 28-28 ટકા ખાંડ ભારત પાસેથી ખરીદી હતી. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (ૠઈઈ)ના તમામ દેશ ભારતીય ખાંડ પર વધુ નિર્ભર છે. તેવામાં ભારત દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવવાથી અરબ દેશોની મુશ્ર્કેલીઓ વધી જશે કારણ કે આ વચ્ચે આ દેશોને ખાંડ માટે નવો વિકલ્પ શોધવા સરળ નહીં હોય.
ભારતીય ખાંડનું સૌથી વધુ એકસ્પોર્ટ અરબ દેશોમાં થાય છે
સાઉદી અરબની ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ભારત દ્વારા ખાંડ નિકાસ પર પ્રતિબંધ અરબ દેશો માટે એટલા માટે પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે ભારતના કુલ ખાંડ ઉત્પાદનની અડધી નિકાસ અરબ દેશોમાં થાય છે. ખાંડ પહેલાથી જ કેટલાક વર્ષોના ઉચ્ચતમ સ્તરે છે. તેવામાં ભારતમાં શેરડીના ઉત્પાદનમાં અછત વૈશ્ર્વિક બજારમાં ખાંડના ભાવમાં વધારાનું કારણ બનશે. જેનાથી વૈશ્ર્વિક બજારો ખાસ કરીને અરબ દુનિયામાં મોંઘવારી વધવાની પૂર્ણ સંભાવના છે, કારણ કે અરબ દેશ સૌથી વધુ ખાંડ ભારતથી આયાત કરે છે. જોર્ડનમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનના પ્રમુખ સલાહકાર ફાદેલ અલ-જુબીનું કહેવું છે કે, ’કેટલાક અરબ દેશ એવા છે જે ખાંડના ભાવમાં વધારાના ઝટકાને સહન નથી કરી શકે અને તેનાથી આ દેશોના આયાત, સ્ટોક અને સામાન્ય લોકો સુધી અસર પહોંચશે. તેવા સમયમાં તેમનો સ્થાનિક ચલણ પણ નબળું છે. તેનાથી અરબ દેશોમાં મોંઘવારી હજુ વધશે. એટલા માટે આ દેશોએ પહેલા જ જરૂૂરી પગલા ભરવાની જરૂર છે.’