ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લાખના બંગલાવાળો રોડ, કાલાવડ રોડ, તેમજ એ.જી.ચોક(હોકર્સ ઝોન) પર આવેલ 34 વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી. જેમાં ચકાસણી દરમ્યાન 13 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી. તેમજ ડેરી પ્રોડક્ટ એટલે દૂધ, ઘી, મસાલા અને બેકરી પ્રોડક્ટનું વેચાણ કરતા 11 વેપારીને ત્યાં સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી. જેમાં ફૂડ વિભાગ દ્વારા લાઇસન્સ બાબતે સાઈનાથ ટી સ્ટોલ, ક્રિશ્ના પાન, મીરા જનરલ સ્ટોર, અંશ મેડિકલ સ્ટોર, શિવ પાર્લર, શ્રી જનરલ સ્ટોર, પ્રમુખ મેડિકલ સ્ટોર, બાલાજી દાળપકવાન, દિલખુશ પાણીપુરી, વેજ મોમોસ, દુર્ગા ચાઇનીઝ, મહાદેવ લાઈવ તડકા, માહિર ચાઇનીઝ પંજાબીને નોટિસ આપવામાં આવી. તેમજ અમ્રુત ડેરી ફાર્મ, શિવ મેડિકલ સ્ટોર, ડીલિસિયસ ફૂડ,બાલાજી ફરસાણ માર્ટ, રાધિકા ડેરી ફાર્મ, હિન્દ બેકરી, જલારામ કોલ્ડ્રિંક્સ, બજરંગ ફાસ્ટ ફૂડ, યશ ફાસ્ટ ફૂડ, પટેલ ચાઇનીઝ પંજાબી, પિઠડ ચાઇનીઝ પંજાબી, દેવ મદ્રાસ કાફે, બાલાજી કચ્છી દાબેલી, બાલાજી ફાસ્ટ ફૂડ, ક્રિશ્ના ચાઇનીઝ પંજાબી, ચાઇનીઝ એક્સ્પ્રેસ, કિશનભાઈ બટેટાવાળા, જીલાની વડાપાઉં, ડ્રેગન ચાઈનીઝ પંજાબી, જય ભવાની દાળપકવાન, ખોડિયાર વડાપાઉંની સ્થળ પર ચકાસણી કરવામાં આવી.