માતા અને બાળકનો જીવ બચાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ તાલાલા તાલુકાના ઘૂસિયા ગામમાં રહેતા એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેના ગામમાં રહેતા આશાવર્કરે બેહને 108નો સંપર્ક કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ સોમનાથ 108ની ટીમ ઈ.એમ.ટી. રમેશ બામણીયા અને પાયલોટ સંદીપ ભાઈ કાછેલા તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પ્રસુતિનો દુ:ખાવો અસહ્ય હોવાથી 108ના ઈ.એમ.ટી. રમેશભાઈ બામણીયાએ તત્કાલીન અમદાવાદ ખાતેના ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ફિઝિશિયનનું ઓન કોલ માર્ગદર્શન મેળવી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.
- Advertisement -
આવી રીતે 108ના ઇમરજન્સી મેડિકલ ટેકનીશીયને અમદાવાદ ખાતેના 108ના ડોક્ટર સાથે સતત સંપર્કમાં રહી ઘટનાસ્થળ પર જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા તથા બાળકનો જીવ બચાવ્યો હતો અને બન્નેને વધુ સારવાર અર્થે નજીકની તાલાલા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આવી રીતે ઘટનાસ્થળ પર જ જોખમરહિત સફળતાપૂર્વક પ્રસુતિ થતા દીકરાનો જન્મ થયેલ જેથી પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે 108ના સ્ટાફનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
આમ ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લાના ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ દિપક દ્રાણા અને પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણે પણ ટીમને શુભેચ્છા પાઠવી હતી.