108ની ટીમે વધુ બે જીંદગીને નવું જીવન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
108 એમ્બ્યુલન્સની સેવાનાકારણે અસંખ્ય દર્દીઓને નવુ જીવન મળ્યુ છે ત્યારે આવા જ વધુ એક બનાવમાં 108ની ટીમે સફળ ડીલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ધોરાજી તાલુકાના સત્રાસા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક બહેનને ડીલિવરીનો દુ:ખાવો થવાથી 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં વંથલી 108ના ઇએમટી કમલેશ ઝીંઝુવાડીયા, પાઇલોટ કુલદીપ વાંક તુરંત સત્રાસા ગામ પહોંચી ગયા હતા પરંતુ ચોમાસાના કારણે વાડી વિસ્તારનો રસ્તો સાવ ખરાબ હોય એમ્બ્યુલન્સ પણ જઇ શકે તેમ ન હતી. આવી સ્થિતીમાં ઇએમટી કમલેશ ઝીંઝુવાડીયા અને કુલદીપ વાક ડીલિવરી માટેના જરૂરી સાધનો લઇ બે કિમી વાક ડીલિવરી માટેના જરૂરી સાધનો લઇ ખેતરમાં પગપાળા ચાલીને મહિલાને ત્યાં પહોંચ્યા હતા.
બહેનને અસહ્ય દુ:ખાવો થતો હોવાથી હોસ્પિટલે પહોંચાડવા પણ મુશ્કેલ હતા આવી વિકટ સ્થિતિમાં પણ 108ની ટીમે વાડીએ જ નોર્મલ ડીલિવરી કરાવી હતી. બાદમાં અમદાવાદ હેડ ઓફિસ પર ડો.મિહીર સાથે વાત કરી જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં જ આપી બાદમાં વધુ સારવાર માટે મહિલાને વંથલી સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.