એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ ડીલિવરી કરાવી માતા-બાળકને બચાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
માણાવદર તાલુકાના નાકરા ગામ માં ખેત મજૂરી કરતા બહેનને પ્રસુતિનો દુ:ખાવો ઉપાડતા તેમના સગાઓ દ્વારા 108નો સંપર્ક કરવામાં આવેલ હતો જેમાં નજીકની 108 ઈમરજન્સી સેવા કેશોદ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ હતી.
108 ઘટના સ્થળ પર પહોંચી સગર્ભા બહેનને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ તરફ રવાના થઈ હતી પરુંતું રસ્તામાં સગર્ભા બહેનને પ્રસુતિનો અસહ્ય દુખાવો ઉપાડતા એમ્બ્યુલન્સ રસ્તામાં સાઈડ પર ઉભી રાખી પ્રસુતિ કરાવાની ફરજ પડી હતી પરંતુ તપાસ કરતા બાળકનો ખંભાનો ભાગ માતા પ્યુબિક બોનમાં ફસાઈ ગયેલ હતો.આવી ગંભીર પરિસ્થિતિમાં ઊખછઈં ૠઇંજ સેવા દ્વારા શીખવાડવામાં આવેલ જ્ઞાનનો પૂરો ઉપયોગ કરી ઇએમટી પૂનમ બેન વાઘેલા તથા પાયલોટ પ્રકાશભાઈ પરમાર દ્વારા સગર્ભા બહેનની એમ્બ્યુલન્સમાંજ નોર્મલ ડીલેવરી કરવામાં આવેલ હતી પ્રસુતિ થયા બાદ નવજાત બાળક રડતું ન હતું.અને ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ ઓછું હતું જેથી બાળકને ઇટખ દ્વાર કુત્રિમ શ્વાસ આપી.
બાળકનું ઓક્સિજન લેવલ નોર્મલ કરવામાં આવ્યું હતું સાથે અમદાવાદ કઠવાડા ખાતે આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ફિઝિશિયન ડો.પરમારની સલાહ મુજબ માતા અને બાળકને જરૂરી પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આમ 108 સમય સૂચકતાને લીધે બે અમૂલ્ય જીવને નવું જીવન મળેલ હતું આ સારી કામગીરી બદલ જુનાગઢ જીલ્લાના અઘિકારીઓ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારી ઓનું સરહારનીય કામગિરિને બિરદાવવામાં આવી હતી.