ACBની ટ્રેપમાં અધિકારી વતી લાંચ સ્વીકારતા બે ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
બાંધકામના વ્યવસાયીનો જી.એસ.ટી. નંબર રિજેક્ટ થઈ ગયો હોય તે ચાલુ કરાવવા માટે અપીલ કરી હતી જે માટે રાજ્ય વેરા અધિકારી (વિવાદ-2)ના ગૌરાંગ રમેશચંદ્ર વસૈયાએ આરોપી આશિષ સુભાષ અગ્રવાલ અને કુનાલ સુભાષ અગ્રવાલ મારફત રૂા. 35000ની લાંચ માંગ્યાની ફરિયાદ એસીબીમાં નોંધાતા ગોઠવવામાં આવેલી ટ્રેપમાં અધિકારીવતી લાંચ સ્વીકારતા બંને ઝડપાઈ ગયા હતા.
- Advertisement -
લાંચ માંગનાર અધિકારી ગૌરાંગ વસૈયા રજા ઉપર હોય તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી કુનાલ અગ્રવાલની ઓફીસમાં લાંચ સ્વીકારતા સમયે જ ટ્રેપિંગ અધિકારી કે. વી. લાકોડ, પી.આઈ. વડોદરા ગ્રામ્ય એસીબી તથા તેમની ટીમે ઝડપી લીધા હતા. સમગ્ર ટ્રેપનું સુપરવિઝન પી. એચ. ભેંસાણીયા મદદનીશ નિયામક, એસીબી વડોદરા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.