કોંગ્રેસનું દબાણ કામ કરી ગયાનો સંકેત: પાઈલોટ પ્રોજેકટ પુરો કર્યા બાદ મુખ્ય ટેન્ડર રદ કરાયુ
દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહમાં સ્થાન ધરાવતા અદાણી ગ્રુપની કંપની અદાણી એનર્જી સોલ્યુશન લી.ને તામિલનાડુની ડીએમકે સરકારે મોટો આંચકો આપ્યો અને પુરા રાજયમાં 82 લાખ સ્માર્ટ મીટર બેસાડવાનો કોન્ટ્રાકટ રદ કર્યો છે.
અગાઉ તામિલનાડુ સરકારે આ માટે આઠ જીલ્લા માટે ટેન્ડર જાહેર કર્યા હતા. જેમાં 82 લાખ જેટલા સ્માર્ટ મીટર ગોઠવવાના હતા. રૂા.19000 કરોડનો આ માતબર કોન્ટ્રાકટ મેળવવા અનેક કંપનીઓ લાઈનમાં હતી. જેમાં અદાણી ગ્રુપે 1.1 લાખ સ્માર્ટ મીટર પાઈલોટ પ્રોજેકટ તરીકે લગાવ્યા હતા અને બાદમાં મુખ્ય કામગીરી માટેનું ટેન્ડર ભર્યુ હતું પણ અદાણી ગ્રુપે જે રીતે આ સ્માર્ટ મીટર માટે ભાવની ઓફર કરી હતી તે નકારી દેવામાં આવી છે.
- Advertisement -
રાજય સરકારે વહીવટી કારણોસર આ કોન્ટ્રાકટ રદ કર્યો છે અને હવે નવેસરથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. કોંગ્રેસ જે રીતે અદાણી ગ્રુપને ટાર્ગેટ કરી રહી છે તે પછી તામિલનાડુ સરકાર જેમાં તે સાથી પક્ષ છે. તેણે આ ટેન્ડર રદ કરવા દબાણ લાવ્યુ હોવાનું માનવામાં આવે છે. જો કે મુખ્ય એમ સ્તાલીને વિધાનસભામાં સ્પષ્ટ કર્યુ કે આ એક વહીવટી પ્રક્રિયા છે. તેઓ કદી અદાણી ગ્રુપના કોઈ વ્યક્તિને મળ્યા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર બિહાર સહિતના રાજયોમાં જે સ્માર્ટ મીટરની કિંમત હતી તેના કરતા તામિલનાડુમાં વધુ દર્શાવાઈ હતી. તામિલનાડુ દેશમાં સ્માર્ટ મીટર લગાવવામાં અગ્રણી છે.