રેતીના વૉશ પ્લાન્ટ અને પથ્થરનું ગેરકાયદે ખનન યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજનો ભરપૂર ભંડાર ખનિજ માફીયાઓ માટે સ્વર્ગ સમાન છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ, સફેદ માટી, બ્લેક ટ્રેપ, રેતી, પથ્થર સહીતના ખનીજનો જથ્થો કાયદેસર કરતા વધુ ગેરકાયદેસર ખનન થઈ રહ્યો છે. તેવામાં ધ્રાંગધ્રા પંથકમાં રેતી અને પથ્થરનો ધમધોકાર ધંધો કરતા ખનિજ માફિયા સામે તંત્રની ભૂમિકા શંકાસ્પદ હોવાનું નજરે પડે છે.
ધ્રાંગધ્રા પંથકના ભરાડા, ધ્રુમઠ અને બાવળી ગામે ચાલતા રેતીના ગેરકાયદેસર ખનન સામે અનેક વખત સ્થાનિકો રજુઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થતી નથી આ અગાઉ ભરાડા ગામે ખાણ ખનિજ વિભાગે દરોડો કર્યો હતો જેમાં નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા હુડકું અને એક હિટાચી મશીન સહિતનો મુદામાલ સીલ કર્યો હતો પરંતુ અહીંના ખનિજ માફીયાઓ દ્વારા ખાણ ખનિજ વિભાગે શીલ કરેલ સામગ્રીને બીજા જ દિવસે ફરીથી ગેરકાયદેસર રેતી ખનનમાં ઉપયોગ કરી ખનિજ નિયમોને ઐસીતૈસી કરી હતી જે બાદ આ અંગે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને પણ જાણ કરી હતી પરંતુ ખનિજ માફિયાની દાદાગીરી સામે તો તંત્ર પણ ઘૂંટણીયે થયું હોય તેમ કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે બસ સ્ટેન્ડથી સ્મશાન તરફ જવાના માર્ગે ચાલતા ગેરકાયદેસર રેતીના વિશ પ્લાન્ટમાં ઓવરલોડ ડમ્ફરો ચાલવાને લીધે હાલમાં જ નિર્માણ થયેલ રોડ બિસ્માર થઈ ચૂક્યો છે જેને લઇ ગ્રામજનો દ્વારા બાવળી ગામે ચાલતા ગેરકાયદેસર રેતીના વિશ પ્લાન્ટ સામે રજૂઆત કરી હતી જોકે આ રજૂઆત બાદ પણ આજદિન સુધી સ્થાનિક તંત્ર કે જિલ્લા ખાણ ખનિજ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી.
આ સાથે ધ્રાંગધ્રા પંથકના રાજગઢ, સત્તાપર, ઘનશ્યામગઢ, રાજપર, કંકાવટી સહિતના ગામોમાં પથ્થરનું ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે જેના લીધે પ્રકૃતિને મોટું નુકશાન થતા પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વારંવાર રંગીને લેખિત અને મૌખિક રજૂઆતો બાદ પણ તંત્રની ભૂમિકા ધૃતરાષ્ટ્ર માફક જોવા મળે છે તેવામાં છેલ્લા એક વર્ષ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીની ખાલી પડેલી જગ્યા ઈનચાર્જ મારફતે ચલાવતા આખોય જિલ્લો ખનિજ ચોરી માટે રામ ભરાશે હોય તેવું સ્પષ્ટપણે નજરે પડે છે.



