ટાંકાની લાઇન કપીરાજે તોડી નાંખી હોઇ જેના લીધે પાણીના ટાંકા ખાલી થયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર પર મુકવામાં આવેલા પાણીના ટાંકા ગઇકાલે જ્યારે ખાલી જોવા મળતા યાત્રીકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આ સમાચારો મિડીયામાં પ્રસિઘ્ધ થતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને જિલ્લા કલેકટર દ્વારા સુચના અપાતા તૂરંત અધિકારીઓ દોડતા થયા હતા અને આજે ગિરનાર પર મુકવામાં આવેલ પાંચ જગ્યાએ પાણીના ટાંકા ફરી ભરી દેવામાં આવ્યા હતા. પાણીના ટાંકા ભરાઇ જતા યાત્રીકોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે જાણવા મળતી વિગત પ્રમાણે પાણીના ટાંકાની લાઇન કપીરાજે તોડી નાંખી હોઇ જેના લીધે પાણીના ટાંકા ખાલી થયા હતા. જો કે હવે તંત્ર દ્વારા પાણીના ટાંકા ભરી દેવામાં આવ્યા છે.