125 ચો.મી.ની રૂ.20 લાખની કિંમતની જગ્યા ખુલ્લી કરાવાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા.24 ના રોજ જિલ્લા પુરવઠા અધિકારી, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા મામલતદાર ઉના દ્વારા ઉના શહેરના ધૂળ કોટિયા વિસ્તારમાં આવેલ ગોડાઉનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગોડાઉન ખાતેથી સરકારી અનાજ તથા અંગ્રેજી દારૂનો ગેર કાયદેસર સંગ્રહાયેલ જથ્થો મળી આવ્યો હતો. આ ગોડાઉનવાળી જગ્યા રાજ્ય સરકાર દ્વારા સાર્વજનિક હેતુ માટે અનામત રાખી નગરપાલિકાને વપરાશ માટે આપેલ પૈકીની છે.
શહેરના રહેણાંક વિસ્તારથી દૂર હોય ત્યાં ગોડાઉન બાંધી, તેમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હતી. ભવિષ્યમાં ફરીથી આ જગ્યાનો દૂરપયોગ થવાની સંભાવનાને ધ્યાને લઇ જીલ્લા કલેકટર દ્વારા સૂચના આપતાં આજ રોજ ગોડાઉન ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી ગોડાઉન તથા તેની બાજુનું નળીયાવાળું ખંડેર મકાન વિગેરે દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યા પર ગોડાઉનનું બાંધકામ કરેલ તેમજ ટોઈલેટ, બાથરુમ તેમજ તેના ઉપરના ભાગે એક રુમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બાંધકામ કુલ અંદાજિત 125 ચો.મી.માં કરવામાં આવેલું હતું. જેની બાંધકામ સહિતની અંદાજીત બજાર કિંમત રૂ. 20 લાખ જેટલી થાય છે.