પત્ની તથા બાળકોના ગુજરાન ચલાવવા માટે અસમર્થ હોવાની શખ્સની અરજીને ફગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પત્ની તથા બાળકો માટે શારીરિક શ્રમ કરવો પડે, તો એ પણ કરો.
કોઈપણ વ્યક્તિએ અલગ રહી રહેલા પત્ની અને બાળકોની જરૂરીયાતો પૂરી કરવા માટે પૈસા કમાવા જોઈએ. ભલે પછી તેણે શારીરિક શ્રમ કેમ ન કરવો પડે. સુપ્રીમ કોર્ટે મેન્ટેનન્સના એક મામલાની સુનાવણી દરમિયાન આ વાત કહી છે. કોર્ટે કહ્યું છે કે પત્ની અને સગીર બાળકોની જવાબદારીથી કોઈ વ્યક્તિ ભાગી ન શકે. જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને બેલા ત્રિવેદીની બેન્ચે કહ્યું કે સીઆરપીસીના સેકશન 125 હેઠળ મેન્ટેનન્સનો જે નિયમ છે, તે સામાજિક ન્યાય માટે છે. કોર્ટે કહ્યું કે આ નિયમ મહિલાઓ અને બાળકોના સંરક્ષણ માટે બનાવવામાં આવ્યો છે.
- Advertisement -
પત્ની અને બાળકોના ગુજરાન માટે શારીરિક શ્રમ કરવો પડે તો કરો : SC
આ સાથે જ કોર્ટે તે વ્યક્તિની અરજી ફગાવી દીધી, જેનું કહેવું હતું કે તેની પાસે કમાણીનું કોઈ માધ્યમ નથી. એટલા માટે અલગ રહી રહેલી પત્ની અને બાળકોના ગુજરાન માટે તે પૈસા નહીં આપી શકે. પતિનું કહેવું હતું કે તેનો પાર્ટી બિઝનેસ બંધ થઈ ગયો છે. એટલા માટે તે ગુજરાન ચલાવવા માટે પૈસા આપી શકે એવી સ્થિતિમાં નથી. આના પર કોર્ટે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે અરજી દાખલ કરનાર વ્યક્તિ શરીરથી એકદમ ફિટ છે. આવામાં પત્ની અને બાળકોના ગુજરાન માટે શારીરિક શ્રમ પણ કરી શકે છે. કોર્ટે કહ્યું કે ભલે તેણે મહેનત કરવી પડે, પણ તે પત્ની અને બાળકોની જરૂરીયાતોને ઇગ્નોર ન કરી શકે.
SC એ શખ્સને પત્નીને દર મહિને 10 હજાર રૂપિયા મોકલવાનો કર્યો આદેશ
- Advertisement -
સુપ્રીમ કોર્ટે શખ્સને આદેશ આપ્યો છે કે તે પત્નીને દર મહિને 10 હજાર રૂપિયાની રકમ મોકલાવે. આ ઉપરાંત સગીર દીકરાને પણ 6 હજારની મદદ કરે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે સીઆરપીસીના સેકશન 125 હેઠળ મહિલાઓના સંરક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ મહિલાને પતિનું ઘર છોડવું પડે છે, તો તેના ગુજરાન માટે જરૂરી વ્યવસ્થા હોવી જોઈએ.