દરેક બાબતે અહીં ન આવવું જોઇએ, હાઇકોર્ટ જાઓ : જજ
પાંચ સભ્યોના નોમિનેશનનો અધિકાર ઉપરાજયપાલને રાખવાના મુદ્દે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે પાંચ સભ્યોને નોમિનેટ કરવા માટેના ઉપરાજયપાલના અધિકારને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વવાળી બેન્ચે અરજદારને હાઇકોર્ટમાં જવાનું કહ્યું છે.અરજદાર અને પ્રદેશ કોંગ્રેસ કમિટના મુખ્ય પ્રવકતા રવિન્દ્ર શર્મા તરફથી વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજયકુમારે એડવોકેટ સિંઘવીને કહ્યું હતું કે હાઇકોર્ટમાં જાઓ. દરેક બાબતે અહીં સીધા ન આવવું જોઇએ. સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ઉપરાજયપાલ હજુ સુધી કંઇ નથી કર્યુ.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે પાંચ સભ્યો નોમિનેટ કરવાના ઉપરાજયપાલના અધિકારનો મુદો ચૂંટણી પહેલા જ ઉઠયો હતો. આ પાંચ સભ્યોમાં બે મહિલા, બે કાશ્મીરી વિસ્થાપિત હિન્દુ અને એક પીઓકેના પ્રતિનિધિ સામેલ છે.વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સને 90માંથી 42 સીટ મી છે. ગઠબંધનમાં સામેલ કોંગ્રેસના 6 ધારાસભ્ય અને માકયાનો પણ એક સભ્ય નેશનલ કોન્ફરન્સ સાથે છે. ‘આપ’નો એક સભ્ય અને પાંચ અપક્ષો પણ નેશનલ કોન્ફરન્સને ટેકો આપી રહ્યા છે. નેશનલ કોન્ફરન્સના પપ ધારાસભ્યો છે. જયારે પાંચ સભ્યો નોમિનેટ કરાયા બાદ કુલ સીટોની સંખ્યા વધીને 9પ થઇ જશે. નોમિનેટ પાંચ સભ્યો પાસે પણ અધિકાર હશે.જયારે કોંગ્રેસે પરિણામ પહેલા જ આ મુદો ઉઠાવવાનું શરૂ કરી દીધુ હતું કે, પાંચ સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર ઉપરાજયપાલ પાસે નહીં પણ ચૂંટાયેલી સરકાર પાસે હોવો જોઇએ. આ વિરોધમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પણ સામેલ હતા.