ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં ગત તા.23ના રોજ વેરાવળ એસ.ટી રોડ પર જુનુ મનદુ:ખના કારણે રમેશ ઉર્ફે ગોવાળિયો ચાવડાએ પીસ્તોલ વડે પોતાના નિતેશ ઉર્ફે ભુવાઆતા કટારીયાને માથામાં લમણા ઉપર ગોળી મારી ખુન કરેલ જેમાં આરોપીને હરીદ્રાર (ઉત્તરાખંડ) ખાતેથી ઝડપી કોર્ટમાં દિન-7 ના રિમાન્ડ મંજુર કરેલ જેમાં પુછપરછ દરમ્યાન પિસ્તોલ ઉતરપ્રદેશ ગયેલ ત્યાં ઝાંસી કાનપુર રોડ ઉસરગામ તા.કાલપી નજીકથી એક પંજાબી ઢાબા ઉપરથી આરોપી- શૈલેન્દ્રપ્રતાપસિંહ રહે. રહે.ઉસરગામ ઉતરપ્રદેશ વાળા પાસેથી રૂપિયા 50 હજારમાં પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ ખરીદ કરેલ હોવાનું જણાવેલ જે આધારે વેરાવળ સીટી પોલીસે એક ટીમ બનાવી આરોપીના જણાવ્યા પ્રમાણેના ઉતરપ્રદેશ ખાતે મોકલતા ગુનામાં પિસ્ટલ હથિયાર સપ્લાય કરનાર શૈલેન્દ્રપ્રતાપસિંહ દેવેન્દ્રપાલસીંહ જાધોન, ઠાકુર, ઉ.વ.37, ધંધો.વેપાર, ને ઝડપી પાડી વેરાવળ ખાતે લાવી સદરહુ ગુનાના કામે ધોરણસર અટક કરવા તજવીજ હાથ ધરેલ છે.
વેરાવળ યુવાનની હત્યામાં પિસ્ટલ સપ્લાય કરનાર ઉત્તરપ્રદેશથી ઝડપાયો
