સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સંસ્થાની ચાલતી રીનોવેશનની કામગીરી નિહાળી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા પંથકની સમૃદ્ધિ અને રોનકમાં વધારો કરનાર 12 વર્ષથી બંધ ખાંડ ફેક્ટરી દિવાળી ના નવા દિવસોમાં ફરી ખાંડ બનાવતી થઈ જશે.તાલાલા ખાંડ ફેક્ટરી ઇન્ડિયન પોટાશ કંપની-નવી દિલ્હી એ 30 વર્ષના ભાડાપટ્ટે રાખ્યા બાદ આગામી નવેમ્બર માસ દરમિયાન સંસ્થા પુન:ધમધમતી કરવા અંદાજે રૂ.100 કરોડના ખર્ચે ખાંડ ફેક્ટરી નું સંપૂર્ણ રિનોવેશન કરી અધતન બનાવવાની કામગીરી શરૂ કરી છે.
- Advertisement -
સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે સંસ્થાની મુલાકાત લીધી હતી.આગામી સિઝન દરમિયાન સુગર મીલ માં ખાંડ ઉત્પાદન શરૂ થાય માટે આઈ.પી.એલ કંપનીના દ્વારા તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ સંસ્થાની રીનોવેશનની ઝડપી કામગીરી શરૂ થયેલ છે જેની ચીફ એન્જિનિયર ડી.આર ઓડેદરા તથા એચ.આર.શ્રી અરવિંદ ચૌધરી એ રીનોવેશન ની કામગીરી થી અવગત કરી આગામી નવેમ્બર માસમાં ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થવાનો સાંસદ સભ્ય અને ધારાસભ્ય સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સંસ્થાના રીનોવેશનની કામગીરી સમયમર્યાદા માં પૂર્ણ કરી ખાંડ ફેકટરી સમયસર શરૂ થાય માટે આગોતરા આયોજન સાથે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા ખેડૂત ઉપયોગી થતી કામગીરી થી સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ એ સંતોષ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના ચેરમેન ભીમશીભાઈ બામરોટીયા,એમ.ડી ચીનાભાઈ કામળિયા,જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ,જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર,પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા વિગેરે પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.