વરલી મટકા અને ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી લીધા
વાપી, પૂના, આણંદ, ધોરાજી, જૂનાગઢના 33 શખ્સોના નામ ખૂલ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જોષીપરા વિસ્તારમા એક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે વરલી-મટકા તેમજ ક્રિકેટના સટ્ટા પર દરોડો પાડી 59,520ની રોકડ બે મોબાઈલ સહિત કુલ 69,540ની મતા કબજે કરી 35 સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં બે શખ્સોની ધરપકડ કરી હતી સુરેન્દ્રનગરના ચોટીલાનો રહીશ આરોપી વિરાટભાઈ જે વરલી મટકાનો હીસાબ રાખનાર તથા ક્રિકેટના સટ્ટાની આઈડી ઉપર રમનાર પોતાના અંગત ફાયદા માટે જુનાગઢના જોષીપરામાં આવેલ સર્વોદય સોસાયટીના મકાનમાં મોબાઈલ ફોનમાં અલગ અલગ વિસ્તારમાંથી ફોનમાં બે અલગ અલગ ક્રિકેટ માસ્ટર આઈડી રાખી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમી રમાડી ઉપરોકત પકડાયેલો વિરાટએ વર્લી મટકાના આંકડા ઉપર આરોપીના હીસાબ કીતાબના રૂપિયા પકડાયેલા આરોપી શાહનવાઝની લેતીદેતી કરી બન્ને આરોપીઓની અંગત ઝડતી લેતા રોકડ રૂા.59520 મોબાઈલ-2, વરલી મટકાનું સાહિત્ય ચોપડા-2 કેલ્કયુલેટર મળી કુલ 69540ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ બન્ને આરોપીઓ ઉપરાંત કુલ 33 નામો ખૂલતાં તમામ સામે બી ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કર્યો હતો જેમાં મેહુલ, જાવીદ, કિશોર વાપી, અપુ પૂના, મુકેશ આણંદ, નાસીર સાવરકુંડલા, મોઈન ધોરાજી, અસલમ મામુ જુનાગઢ, મૌલીક જેતપુર, આસીફ જુનાગઢ, સંજય જેતપુર, ફીરોઝ જુનાગઢ, આરીફ, બચુ ગામેતી જુનાગઢ, રાકેશ પૂના, સચીન પૂના, ધોરાજી વાળો 78610 30297, બાના વિસાવદર, સાઈરામ મહારાષ્ટ્ર, કાકુ જુનાગઢ, કરીમ બાપુ મુંબઈ, અસ્તુ ગોંડલ, ટીનો જુનાગઢ, ઈમુ દોલતપરા, અજીત જુનાગઢ, ઈરફાન જુનાગઢ, જમીન જુનાગઢ, પીયુષ જુનાગઢ, રાજુ જુનાગઢ, સમીર જુનાગઢનો સમાવેશ થાય છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જૂનાગઢમાંથી રેકેટ ઝડપી પાડ્યું
