-અશ્વીનીકુમારને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ પદની નવી જવાબદારી સોંપાઈ
ગુજરાત સરકારે, સાત આઈએએસ ઓફિસરોના ખાતાઓમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમાં અધિક મુખ્ય સચિવ કક્ષાના સિનિયર અધિકારી કમલ દયાની પાસે જે મહેસૂલ અને વધારાના હવાલા તરીકે સામાન્ય વહીવટ વિભાગ હતા પણ આ નવા ફેરફાર મુજબ તેમની પાસેથી મહેસૂલ વિભાગ લઈ લેવાયું છે અને તેમની પાસેના વધારાના હવાલાને ફૂલફલેઝ કાયમ રાખીને તેમને સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્યસચિવ તરીકેની જવાબદારી અપાઈ છે. એવી જ રીતે ઉડીને આંખે વળગે તેવો અન્ય ફેરફાર એ છે કે, નાણાં વિભાગના ખર્ચ-પ્રભાગના અગ્રસચિવ મોના ખંધારને બદલીને પંચાયત- ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકેની નવી જવાબદારી સોંપાઈ છે, પણ તેમને વધારાના હવાલા તરીકે મહેસૂલ વિભાગમાં રેવન્યુ કમિશનરપદે મૂકવામાં આવ્યા છે.
- Advertisement -
જયારે તેમના હયાત નાણા વિભાગ-ખર્ચ પ્રભાગના અગ્રસચિવની જગ્યાએ નવીદિલ્હીના રેસિડેન્ટ કમિશનર આરતી કંવરને નવવી નિમણૂંક આપવામાં આવી છે, સાથોસાથ તેમની પાસેનો હાલનો રેસિડેન્ટ કમિશનરનો હોદ્દો વધારાના હવાલામાં ફેરવી દેવાયો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુખ્યમંત્રીના અગ્રસચિવ તરીકે કામગીરી કરનાર એમ.કે. દાસને હાલના બંદર-વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્યસચિવ છે. તેમને કમલ દયાનીની બદલીથી ખાલી પડેલી મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પદે નવી નિયુકિત આપવામાં આવી છે,
પરંતુ તેમને તેમના હાલના બંદર- વાહન વ્યવહાર વિભાગના કાર્યભારને વધારાના હવાલામાં ફેરવી દેવાયો છે. એવી જ રીતે, તે વખતે મુખ્યમંત્રીના સચિવ તરીકે સેવા આપનાર અશ્વીનીકુમારને નવા મુખ્યમંત્રી આવ્યા બાદ રમતગમત- યુવા, સેવા-સાસ્કૃતિક વિભાગના અગ્રસચિવ તરીકેની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ હમણાં થયેલા ફેરફાર મુજબ તેમને શહેરી વિકાસ વિભાગમાં અગ્રસચિવ બનાવાયા છે. જોકે, તેમનો હાલનો હોદ્દો વધારાના હવાલા તરીકે તેમને સોંપાયો છે. મનિષ ભારદ્વાજ નર્મદા-પાણી પુરવઠા વિભાગના અગ્રસચિવ હતા, પરંતુ હવે તેમને તેમના હાલના હોદ્દા ઉપરાંત વધારાના હવાલા તરીકે જીએસડીએમએના સીઈઓ પદે નિમણૂક અપાઈ છે. જયારે મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન કમિશનર પદે કાર્યરત રાજકુમાર બેનીવાલને એમડી-સીઈઓ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના નવા પદે નીમવામાં આવ્યા છે.
સાત IAS ઓફિસરોની બદલી-વધારાના હવાલા સોંપાયા
કમલ દયાની: અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ્ર
એમ.કે. દાસ: અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વધારાનો હવાલો બંદરો, વાહનવ્યવહાર
મોના ખંધાર: અગ્રસચિવ, પંચાયત, ગ્રામ વિકાસ વધારાનો હવાલો, રેવન્યુ ઈન્સ્પેકશન કમિશનર
અશ્વીનીકુમાર: અગ્રસચિવ, શહેરી વિકાસ, હાઉસીંગ વધારાનો હવાલો, રમતગમત, યુવા-સાંસ્કૃતિક
મનિષ ભારદ્વાજ: અગ્રસચિવ, નર્મદા-પાણી પુરવઠો યથાવત, વધારાનો હવાલો, સીઈઓ, જીએસડીએમએ
આરતી કંવર: સચિવ, નાણાં (આર્થિક બાબતો) વધારાનો હવાલો, રેસિડેન્ટ કમિશનર-નવીદિલ્હી
રાજકુમાર બેનીવાલ: ઉપાધ્યક્ષ, સીઈઓ-ગુજરાત મેરી ટાઈમ બોર્ડ વધારાનો હવાલો, કમિશનર-મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન વધારાનો હવાલો, એમડી, જીયુડીસી, અધિક સીઈઓ, જીયુડીએમ