ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા આજથી કારતક સુદ અગિયારશથી શરુ થાય ત્યારે પરિક્રમા કરવા આવતા ઉતાવળિયા ભાવિકો એક દિવસ પેહલા હજારોની સંખ્યામાં ઉમટી પડતા એસટી વિભાગ દ્વારા એક દિવસ અગાઉ એસટી બસો ભવનાથ તરફ જવા માટે શરુ કરી દેવામાં આવી હતી એસટી બસ સ્ટેન્ડ ખાતે મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરડીયા સાથે સાધુ સંતો તેમજ એસટી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં એસટીની મીની બસ ભવનાથ તળેટી સુધી બસોને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું પ્રથમ દિવસેજ 25 હજાર જેટલા મુસાફરોએ એસટી બસ દ્વારા ભવનાથ તરફ પ્રયાણ કર્યું હતું.